<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

સરકારી કર્મચારીઓ-બેંકરો વગેરે રક્ષાબંધન થી જન્‍માષ્‍ટમી સુધીની રજાનો લાભ લેવા કરે છે પ્‍લાનિંગ

૯ દિવસનું ‘‘મીની વેકેશન'' માણવા ‘‘સાહેબો'' પાસે રજાની અરજીઓના ઢગલા

ગાંધીનગરઃ (વિજય વ્‍યાસ દ્વારા) સરકારી કચેરીઓમાં  અમદાવાદ, બુધવાર જુલાઈ મહિનાથી જ ઓગષ્ટ મહિનામાં આવનારી રજાઓને કેવી રીતે મિનિ વેકેશનમાં પલટી નાંખવી તેનું પ્‍લાનિંગ શરુ થઈ ગયું છે.

સામાન્‍ય રીતે સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓને પૂરતી રજાઓ મળતી જ હોય છે પરંતુ શનિ-રવિ સાથે ાથે તહેવારો આવે ત્‍યારે મિનિ વેકેશન જેવો માહોલ ત્‍યારે ઊભો થઈ જાય છે. આવા સમયે ખાસ કરીને દરેક સરકારી કર્મચારી રજા લેવા માટે અગાઉથી પ્‍લાનિંગ કરે છે. જો કે સરકારમાં વરિષ્ટ અધિકારીઓની ગુડ બુકમાં આવતાં કર્મચારીઓને સરળતાથી રજા મળી જતી હોય છે પરંતુ બેડ બુકના કર્મચારીઓએ આવા વખતે વિશેષ રીતે ભોગવવાનું રહેતું હોવાનું સામાન્‍ય છે.

રક્ષાબંધન ૯મી ઓગષ્‍ટ આવે છે એ પછી તરત રવિવાર છે અને ત્‍યારબાદ તા. ૧૫મી અને ૧૬મીએ ૧૫ ઓગષ્ટ અને જન્‍માષ્ટમીની રજા બાદ રવિવારની રજા હોવાથી જો કોઈ વચ્‍ચેના ચાર દિવસ રજા પાડે તો તેને  મિનિ વેકેશને મળી શકે. સચિવાલયમાં ચા અને નાસ્‍તાના બજારમાં રિસેષના સમયે ભેગા થતાં કર્મચારીઓ ચાની સાથે સાથે આ રજાઓ ગણવામાં મશગ્રલ બીજી તરફ ગુજરાત સરકારના સર્કિટ હાઉસમાં પણ આ અંગેની વિશેષ તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે.

એક વરિષ્ટ અધિકારીના મતે મોટા ભાગના કર્મચારીઓ અંદર આવવાનું પૂછવા સાથે જ અમે જણાવી દઈએ છીએ કે રજા સિવાયના કામની વાત કરશો તો જ સાંભળવામાં આવશે.

એક સાથે આખી ઓફિસને રજા ના મળી શકે એ વાત ખૂબ જ સ્‍વાભાવિક છે પરંતુ એવા પચાસ ટકા નસીબદારોમાં પોતાનું નામ આવે એ માટે સતત પ્રયત્‍ન કરતાં કર્મચારીઓએ અત્‍યારથી જ મિનિ વેકેશનનો લાભ લેવા માટે પોતાની  તમામ શક્‍તિઓ કામે લગાવી દીધી છે. આ જ સ્‍થિતિ ઘણી શાળા-કૉલેજો ઉપરાંત બેંક કર્મચારીઓમાં પણ જોવા મળી રહી છે.

(10:13 AM IST)