તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
વલસાડ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર: પાંચ તાલુકામાં અડધાથી સવા બે ઇંચ વરસાદ :જાણો કયા તાલુકામાં કેટલો વરસ્યો વરસાદ
છેલ્લા 24 કલાકમાં વલસાડના 5 તાલુકામાં વરસાદ થયો જેમાં 3 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો

અમદાવાદ :હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં વલસાડના 5 તાલુકામાં વરસાદ થયો છે.
મહત્ત્વનું છે કે, ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. છેલ્લા 24 કલાકમાં વલસાડના 5 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં 3 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન ધરમપુર: 54 મી.મી. (2.13 ઇંચ),પારડી: 48 મી.મી. (1.89 ઇંચ),કપરાડા: 31 મી.મી. (1.22 ઇંચ), વલસાડ: 21 મી.મી. (0.83 ઇંચ) અને વાપી: 15 મી.મી. (0.59 ઇંચ) વરસદળ વરસ્યો છે
આજે સવારના 6 થી 8 દરમિયાન બે કલાકમાં વલસા તાલુકા, પારડી તાલુકા અને વાપીમાં ઝાપટા પડ્યા હતા
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
