<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

ચંડોળા તળાવ પર ડિમોલિશનને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી

ચંડોળા તળાવમાં ગેરકાયદે રહેતા લોકોએ હાઈકોર્ટમાં કરી હતી અરજી : અનેક સુનાવણી બાદ પણ અરજદારો યોગ્ય દસ્તાવેજો રજૂ ન કરી શક્યા હોવાનું કોર્ટે નોંધ્યું

અમદાવાદઃ ચંડોળા તળાવ પર ડિમોલિશન મુદ્દે રાજ્ય સરકારને મોટી રાહત મળી છે્. ડિમોલિશનને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે  હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રની કામગીરીને યોગ્ય ગણાવી અરજી ફગાવી છે . અનેક સુનાવણી બાદ પણ અરજદારો યોગ્ય દસ્તાવેજો રજૂ ન કરી શક્યા હોવાનું કોર્ટે નોંધ્યું છે . રાજ્ય સરકારે ચંડોળા ખાતે રાજ્યનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધર્યું હતું. મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ પર દાદાનું બુલડોઝર ફર્યું હતું. ચંડોળા તળાવમાં ગેરકાયદે રહેતા લોકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી

(1:07 PM IST)