<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

ટુંક સમયમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્‍યક્ષ મળશેઃ દિલિપ સંઘાણી

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૨૪: ઘણા વખતથી ગુજરાત પ્રદેશ ભાજપના અધ્‍યક્ષની જાહેરાત આજ કાલમાં જ કરી દેવાશે તેવી ચર્ચા વચ્‍ચે આજે અમરેલીના પૂર્વ સાંસદ દિલિપ સંઘાણીએ કહયું છે કે ટુંક સમયમાં ગુજરાત ભાજપને નવા અધ્‍યક્ષ મળી જશે.

અમરેલીના પૂર્વ સાંસદ દિલિપ સંઘાણીએ એક કાર્યક્રમમાં બોલતા જણાવ્‍યું હતું કે ટુંક સમયમાં જ ગુજરાત પ્રદેશ ભાજપને નવા અધ્‍યક્ષ મળી જશે. દિલિપ સંઘાણીના આ નિવેદન બાદ ફરી પ્રદેશ પદ કોને મળશે તેવી ચર્ચા જગાવી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વખતથી ગુજરાત પ્રદેશ ભાજપના અધ્‍યક્ષની નિમણૂંક કોઈને કાંઈ કારણસર પાછી ઠેલાઈ રહી છે ત્‍યારે દિલિપ સંઘાણીના આ નિવેદન બાદ હવે ગુજરાત પ્રદેશ ભાજપના નવા અધ્‍યક્ષની જાહેરાત થશે તેવું મનાઈ રહયું છે.

(1:25 PM IST)