<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

ગુજરાત સરકારે વકીલોના વેલફેર અંગે પાંચ કરોડ ફાળવતા જીલ્લા બારે આભાર માન્‍યો

 

રાજકોટ, તા.૨૪: ગુજરાત સરકાર દ્વારા વકિલોના વેલફેર ફંડમાં રૂપિયા પાંચ કરોડનો ચેક મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે અર્પણ કરતા ડિસ્‍ટ્રીકટ બાર એસોસિયેશનના પ્રમુખ નરેન્‍દ્રસિંહ જાડેજાએ સરકારનો આભાર માન્‍યો હતો.

ગુજરાત સરકાર દ્વારા બજેટમાં વકિલોના વેલફેર અને ઇ લાઇબ્રેરી માટે રકમ ફાળવવાની શરૂઆત જે તે સમયના ગુજરાતના મુખ્‍યમંત્રી અને સતત ચાર વખત વડાપ્રધાન તરીકેનો રેકોર્ડ સર્જવા જઈ રહેલ ગુજરાતના પનોતા પુત્ર હાલના વિશ્વ લોકપ્રિય અને શાંતિનું પ્રતિક એવા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ કરી સૌ પ્રથમ ઈ-લાઈબ્રેરી માટે માતબર રકમ ફાળવેલી. ત્‍યારબાદ કોરોનાનો સમય આવતા ડિસ્‍ટ્રીકટ બાર એસોસિયેશનના પ્રમુખ નરેન્‍દ્રસિંહ જાડેજાએ રાજકોટના પનોતા પુત્ર અને સંવેદનશીલ પુર્વ મુખ્‍યમંત્રી સ્‍વ. વિજયભાઈ રૂપાણીને રજુઆત કરતા તેઓ દ્વારા વેલફેર ફંડમાં રૂપિયા પાંચ કરોડ પોતાના મુખ્‍યમંત્રી સહાય ફંડમાંથી આપેલા ત્‍યારબાદ વકીલોને મેડિકલ સહાય માટે વેલફેર ફંડમાં ફરી રકમ ફાળવવા રજૂઆત કરતા વિજયભાઈએ રૂપિયા છે કરોડ ફાળવેલ હતા. ત્‍યારબાદ પ્રમુખ નરેન્‍દ્રસિંહ જાડેજાએ કેન્‍દ્રિય ગળહમંત્રી અમિતભાઇ શાહ, મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલને બજેટમાં વકિલોના વેલફેર ફંડમાં રકમ ફાળવવા રજૂઆત કરતા સૌ પ્રથમ બજેટમાં વકિલોના વેલફેર ફંડમાં રૂપિયા પાંચ કરોડ ફાળવેલ હતા.

ત્‍યારબાદ ફરીથી વર્ષ ૨૦૨૪ના બજેટમાં વકિલોના વેલફેર ફંડમાં રકમ ફાળવવા રજૂઆત કરતા રૂપિયા છ કરોડ ફાળવેલ હતા. સને ૨૦૨૫ નાં વર્ષમાં પણ નરેન્‍દ્રસિંહ જાડેજાએ કેન્‍દ્રિય ગળહમંત્રી એવા અમિતભાઇ શાહ, મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલને રજૂઆત કરતા મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ દ્વારા ગુજરાત બાર કાઉન્‍સિલનાં ચેરમેન શ્રી જે. જે. પટેલ તથા સમગ્ર ટીમને વકિલોના વેલફેર ફંડમાં  રૂપિયા પાંચ કરોડની રકમ ફાળવી તેનો ચેક અપૅણ કરતાં ડિસ્‍ટ્રીકટ બાર એસોસિયેશનના પ્રમુખ નરેન્‍દ્રસિંહ જાડેજા, ઉપ પ્રમુખ અંબાણી ભરતભાઈ અને હરેશ પરસોડા, સેક્રેટરી નયનાબેન ચૌહાણ અને અશ્વિન ગોસાઈ, જોઈન્‍ટ સેક્રેટરી જતિન ઠક્કર અને નિવિદ પારેખ, ટ્રેઝરર અજય ચાંપાનેરી અને દિવ્‍યેશ છગ, લાઈબ્રેરી સેક્રેટરી વિરેન રાણીગા અને કિશન રાજાણી, મહિલા રિપ્રેઝેન્‍ટીવ લક્ષ્મીબેન જાદવ અને બિનલબેન મહેતા, કારોબારી સભ્‍યો હષૅદ બારૈયા,  અંજનાબેન ચૌહાણ, વિમલ ડાંગર, હિરલ જોષી, શૈલેશ સુચક, ધર્મશ સિદ્ધપુરા, નળપેન ભાવસાર, વિજય જોષી, અજયસિંહ ચુડાસમા, વિજય જોષી, કિર્તિસિંહ ઝાલા તથા કો-ઓપ્‍ટ સભ્‍યો રાજેશ ચાવડા, કલ્‍પેશ નશીત, ચેતન વિઠ્ઠલાપરા, શ્રેયશ શુક્‍લા, સાગર મેતા, ધર્મેન્‍દ્ર જરિયા, ઈસ્‍માઈલ પરાસરા વિગેરેએ આવકારી પુર્વ મુખ્‍યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી તથા પુર્વ મુખ્‍યમંત્રી સ્‍વ. વિજયભાઈ રૂપાણીની વકિલોના હિતાર્થે વેલફેર ફંડમાં રકમ ફાળવવાની પરંપરાને આગળ વધારવાનાં કેન્‍દ્રિય ગળહમંત્રી અમિતભાઇ શાહ, મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ, બી.સી.જી. ચેરમેન જે.જે. પટેલ તથા સમગ્ર સમરસ ગળપના સદસ્‍યોનો સહૃદય આભાર વ્‍યક્‍ત કર્યો છે.

(3:53 PM IST)