તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
સારું છે કે ભાજપ શાસને ડેમ નથી બનાવ્યા નહીં તો તેમના બનાવેલા બ્રિજ અને રોડની જેમ તૂટી ગયા હોત : શક્તિસિંહ ગોહિલ
૨૦૨૭મા"બાપ" બનીને બેઠેલી ભાજપ અને તેની બગલ બચ્ચાં જેવી "આપ"ને નથી હરાવવી, આપણે અત્યાચાર ભ્રષ્ટાચાર સહિતને હરાવવો છે : પરેશભાઈ ધાનાણી

રાજકોટ તા.૨૪
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના પદગ્રહણ કાર્યક્રમમાં તાજેતરમાં કાર્યકર્તાઓને સંબોધતા પૂવૅ પ્રદેશ પ્રમુખ સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસનો કાર્યકર ક્યારેય રિસાય નહીં. કોંગ્રેસના કાર્યકરોને આહવાન કર્યું હતું કે જાત પાત નહીં કોંગ્રેસના હાથ ની વાત કરવાની છે.
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે એક કાર્યકર્તા તરીકે સૌએ કાર્ય કરવું જોઈએ બીજો શું કરે છે તે નથી જોવાનું પક્ષ એ પરિવાર છે પરિવારમાં બધા સરખા ન હોય પરંતુ એક થઈને કાર્ય કરશે તો સફળતા જરૂર મળશે આખા ગુજરાતમાં અમરસિંહભાઈ એક એવા નેતા હતા જેણે યુવાનીથી મૃત્યુ સુધી લાલ લાઈટ રાખીને પોતાનો પાવર કાયમ રાખ્યો હતો. ચાણક્યની વાત ટાંકીને શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે નેતા તો એ હોય છે જે તેના સાથીઓની ક્ષમતાને ઓળખે.
શક્તિસિંહ ગોહિલ સ્ટેજ પર બેસવાની જગ્યાએ કાર્યકર્તાઓની વચ્ચે બેસીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે સારું છે કે ભાજપ શાસને ડેમ નથી બનાવ્યા નહીં તો તેમના બનાવેલા બ્રિજ અને રોડની જેમ તૂટી ગયા હોત? કોંગ્રેસના શાસનમાં બનાવેલા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત ના ડેમ અડીખમ ઊભા છે કાંકરી પણ નથી ખરી, જ્યારે ભાજપએ બનાવેલી કેનાલો ભાંગી ગઈ છે જે કમલમની કટકીખોરીનું પાપ છે.
આ તકે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી નથી કોંગ્રેસ આંદોલન છે જ્યારે કોંગ્રેસનું કાર્યકર્તા એક વખત ગાંઠ બાંધી દે છે તો ભલભલાએ મુઠ્ઠીઓ વાળીને ભારતમાંથી ભાગવું પડ્યું હતું.
પરેશભાઈ ધાનાણીએ વધુમાં જણાવ્યું કે આ 2027 ની અંદર બાપ બનીને બેઠેલી ભાજપ અને તેની બગલ બચ્ચાં જેવી "આપ"ને નથી હરાવી આપણી આ લડાઈ બાપ કે એની બગલ બચ્ચાં જેવી આપ સામે નથી આપણી સામેના પડકાર
એ છે કે મંદીને હરાવવી છે,મોંઘવારીને હરાવવાની છે, બેરોજગારીને હરાવવાની છે ,અત્યાચારને હરાવવાનો છે, ભ્રષ્ટાચારને હરાવવાનો પડકાર છે.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
