<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

ગુજરાતમાં ફિક્સ પે ધરાવતા નોકરીયાતનો પગાર નહીં વધે પહેલી ઓગસ્ટથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાનું નક્કી કરાયું

રાજ્ય સરકારને છેલ્લા ત્રણ વર્ષથી માગણી અંગે અનેક રજૂઆત કરી છે, છતા કોઈ નિરાકરણ નથી આવ્યું.

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 8 વર્ષથી ફિક્સ પેમાં આઉટસોર્સિંગ એજન્સીથી કામ કરતા કર્મચારીઓ સીએમને પગાર વધારા અંગે રજૂઆત કરી હતી. ફિક્સ પેથી તમામ કર્મચારીઓની 14 માં નાણાં પંચમાં ભરતી થઈ હતી પણ સેલરી વધી નથી. આઉટસોર્સિંગ એજન્સી પગાર આપવામાં વિલંબ કરી રહી છે, જેથી આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અમારા સમકક્ષમાં બીજી થયેલી ભરતીમાં એમને વધુ પગાર આપી રહ્યા છે જ્યારે અમને ઓછો પગાર મળે છે. કેન્દ્ર સરકારની 14માં નાણા પંચની અતિ મહત્વની યોજનામાં જવાબદારી વાળી કામગીરી કરી રહ્યા છે. રાજ્ય સરકારને છેલ્લા ત્રણ વર્ષથી માગણી અંગે અનેક રજૂઆત કરી છે, છતા કોઈ નિરાકરણ નથી આવ્યું. જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો 1 ઓગસ્ટથી હડતાળ પર જવાનું નક્કી કરાયુ છે.

(7:50 PM IST)