News of Thursday, 24th July 2025
પ્રાંતિજના કતપૂર ટોલ પ્લાઝા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે યુવાનોના મોત
કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો: બાઈક પર સવાર બંને યુવાનો સીતવાડા ગામના

સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજના કતપૂર ટોલ પ્લાઝા પાસે અકસ્માત સર્જાયો હતો. કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે યુવાનોના મોત નિપજ્યા હતા. કતપૂર ટોલ પ્લાઝા પાસે ગમખ્વાર અકસ્માતમાં બેના મોત નિપજ્યા હતા. કાર સાથે અક્સ્માત સર્જાતા બાઈક પર સવાર બે યુવાનોના મોત નિપજ્યા હતા. કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર બંને યુવાનો સીતવાડા ગામના હોવાના પ્રાથમિક માહિતી મળી રહી છે. બંને મૃતકોને પોસ્ટમોટર્મ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
