તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Thursday, 24th July 2025
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ મિલી ઝૂલી સરકાર છે:. બંને જનતાના રૂપિયા ખાઇ રહ્યા છે. તેરી ભી ચુપ.મેરીભી ચુપ:.કેજરીવાલ
ડેડીયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જાહેર સભાનું આયોજન થયું: 2027માં ચૂંટણી આવી રહી છે ત્યારે ગોપાલ ઇટાલીયા અને ઈશુદાનને પણ જેલમાં મોકલશે, ભાજપવાળાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં એક જાહેર સભાનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આખી આમ આદમી પાર્ટીની ટીમ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં દેડીયાપાડા ખાતે આવી હતી. સાથે મોટી સંખ્યામા લોકો હજાર રહ્યા હતા.
ડેડીયાપાડા ખાતે જાહેર સભામાં વરસતા વરસાદ વચ્ચે પણ હાજર લોકો હાલ્યા નહોતા. અને વરસાદમાં પણ પલળતા છત્રીઓ પકડી ઊભા હતા. જાહેર સભા માં આપ નેતાઓ એ ભાજપ અને કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા હતા. અરવિંદ કેઝરીવાલનું અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ને પાઘડી પહેરાવી, પાંડોરી માતાની તસવીર આપી રૂમાલ અને તીર કમાન થી સ્વાગત કર્યુ હતું
જાહેર સભા સંબોધતા કેજરીવાલે અને ભગવંત માને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા ભાજપની સરકારે ઘણા વર્ષોથી આદિવાસીઓની શોષણ કર્યું છે.એનાથી આજે આદિવાસી સમાજ ભાજપથી નારાજ છે. જ્યાંરથી ચૈતર વસાવા ધારાસભ્ય બન્યાં છે.ત્યારથી લોકોના પ્રશ્નો ઉઠાવ્યા છે. ભાજપા ના કૌભાંડો બહાર પાડ્યા છે. છેલ્લે ભાજપા નું 2500 કરોડ નું કૌભાંડ બહાર પાડ્યું તેનાથી ભાજપ ડરી ગઈ છે -એટલે ચૈતર વસાવા પર ભાજપે ખોટા કેસ કરીને જેલમાં મોકલી ને ચૈતર વસાવા ને ફસાવ્યા છે. ચૈતર વસાવાએ કોઈ ગુનો કર્યો નથી પોલીસે સીસીટીવી ગાયબ કરી ને ખોટો કેસ ઉભો કર્યો છે.
2027 માં ચૂંટણી આવી રહી છે ત્યારે ગોપાલ ઇટાલીયા ઈશુદાનને પણ જેલમાં મોકલશે, ભાજપવાળા ની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે.ગુજરાતમાં પશુપાલકો વિરોધ વધી રહ્યો છે.. ગુજરાતમાં ફ્લાય ઓવર તૂટી રહ્યા છે.નકલી દારૂ વેચાઈ રહ્યો છે હવે જનતાએ જાગવું પડશે . કહી આમ.આદમી પાર્ટી એ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ના પ્રચારની શરૂઆત કરી છે.
-અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી થી સાવધ જ રહેવાનું જણાવી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની ગઠબંધનની સરકાર છે.બન્ને ભેગા મળીને પ્રજાને લૂટે છે. કોંગ્રેસ અને ભાજપ એકબીજા સાથે મળેલા છે.
2027 માં આપની સરકાર બનશે તો આદિવાસીઓને એમની જમીન સુપરત કરશે. ઉંમરગામથી અંબાજી સુધી આપ પાર્ટી છવાઈ ગઈ છે ની વાત કરી હતી.
ઈશુદાન ગઢવી એ જણાવ્યું હતું 70 વર્ષમાં જે નથી થયું એવું હવે ગુજરાતમા આદિવાસી સમાજ નું 2027 ભલુ થશે. ભાજપની પાસે પોલીસની તાકાત છે. પણ અમેં જેલથી ડરવાના નથી -ઈશુદાન ગઢવી આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને હરાવશે.
જિલ્લા એસ.પી અને ક્રાઈમ બ્રાન્જ સામે આક્ષેપ લગાવતા ચૈતર વસાવા ના પત્ની વર્ષાબેન જણાવ્યું હતું કે મિટિંગ થઈ ત્યાં કશો બનાવ બન્યો જ નથી બનાવટી વાત ઉપજાવી કાઢેલી છે, પોલીસ દ્વારા પુરાવા ગાયબ કરી દેવામાં આવ્યા છે. સીસીટીવી ગાયબ કરીને ચૈતર વસાવા ને ફસાવવાનું કામ પોલીસ તંત્ર ભાજપના ઈશારે કરે છે તેમ કહી જિલ્લા પોલીસવડા પ્રશાંત શુમ્બેએ કેસને આગળ વધારી લાંબાવ્યો છે.એમના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ની માગ કરી હતી એલસીબી વાળાએ ધક્કા મારીને ગાડીમાં મને બેસાડે છે તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ ની પણ માંગ કરી રહ્યા છે.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
