તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
શ્રી. એમ. આર. વિદ્યાલય, રાજપીપળા માં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

( ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળાની શ્રી. એમ.આર.વિદ્યાલયમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ અને વોકેશનલ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટેનો કારકિર્દી સેમીનાર યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓ દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કરવામાં આવી, ત્યારબાદ તમામ મહેમાનોનું શાબ્દિક અને પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું.
જિલ્લા શિક્ષણાધિકારી ડો.કિરણબેન પટેલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે નોલેજ મેળવી, વ્યવસાયિક ચર્ચા, સંકલ્પ દ્વારા ધ્યેય સુધી પહોંચવા સંઘર્ષ કરીને સફળતા મેળવવાનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા શિક્ષણ નિરીક્ષક અરવિંદભાઈ રાઠવા એ ધોરણ 10 અને 12 પછી શું? તેની વિસ્તૃત સમજ આપી હતી. રોજગાર અધિકારી કૃતિકાબેન વસાવાએ પણ વિદ્યાર્થીઓને જુદા જુદા કારકિર્દી વ્યવસાયો તરફ વિદ્યાર્થીઓને જવા માટે પ્રેરિત કર્યા હતા.નાંદોદ તાલુકાના કેરિયર કાઉન્સિલર અધિકારી જાગૃતિબેન વસાવાએ પણ વિદ્યાર્થીઓને કારકિર્દી વિશે સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાના આચાર્ય યોગેશ કુમારે સફળતાના મુખ્ય પાંચ સૂત્રો દ્રષ્ટાંત દ્વારા ખૂબ સુંદર મોટીવેશનલ સ્પીચ આપી હતી. શાળાના શિક્ષિકા વૈશાલીબેન પંવાર દ્વારા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની સંઘર્ષ ગાથા વર્ણવાય હતી. જિલ્લા કોર્ડીનેટર (વોકેશનલ એજ્યુકેશન) નરેશભાઈ પટેલ પણ અત્રે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના શિક્ષક હરીશભાઈ પટેલ દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી.કાર્યક્રમનું સંચાલન બી.એડ તાલીમાર્થી સંજનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. જિલ્લાના વિવિધ શાળામાંથી પધારેલા વોકેશનલ શિક્ષકો તથા વિદ્યાર્થી મિત્રોએ સુરુચિ પૂર્ણ ભોજન લીધું હતું.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
