તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
નર્મદા જિલ્લામાં એએસઆઈ અને અન્ય એક વ્યક્તિનું લાંબી બીમારી બાદ મોત
માઉન્ટ વિભાગમાં કામ કરતા એએસઆઈનું કેન્સરની બીમારીમાં મોત નીપજ્યું :અન્ય આધેડ વ્યક્તિનું હદયની, ડાયાબીટીસ તથા બી.પી.ની બિમારીના કારણે મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં બે અલગ અલગ વ્યક્તિઓના બીમારી ના કારણે મોત નિપજતા પરિવારજનોમાં ગમગીની જોવા મળી છે
મળતી વિગતો અનુસાર મરનાર નવીનભાઈ મુળજીભાઈ બારીયા (એ.એસ.આઈ) માઉન્ટેડ (બ.નં-૨૦૫) (ઉ.વ.૪૪ ) ( હાલ રહે-જીતનગર પોલીસ હેડ કવાટર બ્લોક નં-૦૫ રૂમ નં-૭૧ તા-નાંદોદ જી-નર્મદા મુળ રહે-ઘોડા(બોરતળાવ) તા-સંખેડા જી-છોટાઉદેપુર) નાઓ ને છેલ્લા એકાદ વર્ષથી ગળાની ડાબી સાઈડે કેન્સરની બિમારી હોય તેમની તા-૨૩/૦૭/૨૦૨૫ ના રોજ અચનાક તબિયત લથડતા નવી સિવિલ હોસ્પીટલ રાજપીપલામાં સારવાર માટે લઈ જતા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું.
જ્યારે બીજી ઘટના માં મરનાર સકરાજી સુકાજીભાઈ તેજોત (ઉ.વ.૬૭ ) (રહે. મસોતા તા.વિજયનગર જી. સાબરકાઠા )નાઓ છેલ્લા વીસેક વરસથી હદયની, ડાયાબીટીસ તથા બી.પી.ની બિમારી હોય જેની સારવાર રાજપીપલા આનંદ હોસ્પીટલ ખાતે ચાલતી હતી ત્યાં તેમને છાતીના ભાગે દુખાવો થતા સારવાર માટે આનંદ હોસ્પીટલમાં લઈ જતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હોય રાજપીપળા પોલીસે બંને બનાવ ની નોંધ લીધી છે.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
