તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
જનઆક્રોશ અને ધારાસભ્ય યોગશ પટેલની રજૂઆત સફળ : વડોદરા સ્મશાનોનો વહીવટ ખાનગી સંસ્થાઓને નહીં સોંપાય
શહેરના સ્મશાનો ખાનગી સંસ્થાઓને સોંપવાનો વિવાદિત નિર્ણય પરત ખેંચી લેવાયો : સ્મશાનોમાં અગાઉ જેમ ટ્રસ્ટો સેવા આપતા હતાં, તેમ જ હવે યથાવત સ્થિતિ જળવાઈ રહેશે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા શહેરના સ્મશાનો ખાનગી સંસ્થાઓને સોંપવાનો વિવાદિત નિર્ણય પરત ખેંચી લેવામાં આવ્યો છે. ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલની રજૂઆત અને ભારે જનવિરોધ અને સંગઠનના આંતરિક દબાણને પગલે હવે શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીએ પત્રકાર પરિષદ બોલાવી મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સ્મશાનોમાં અગાઉ જેમ ટ્રસ્ટો સેવા આપતા હતાં, તેમ જ હવે યથાવત સ્થિતિ જળવાઈ રહેશે.
ડૉ. સોનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, સેવા કોઈની એકાંગત મિલ્કત નથી. જે સંસ્થા નિષ્ઠાપૂર્વક કામ કરે છે, તેને રોકી શકાય નહીં. શહેરના ખાસવાડી, વડીવાડી, માંજલપુર, છાણી અને નિઝામપુરા સહિતના વિસ્તારોમાં વિવિધ ટ્રસ્ટો દ્વારા સંચાલિત સ્મશાનો ફરી પૂર્વવત કામગીરી કરશે.
આ નિર્ણય પાછળ વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલની અસરકારક ભૂમિકા રહી છે. તેમણે પહેલથીજ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી પડતર નિર્ણય પર પુનર્વિચારની માંગ ઊભી કરી હતી. સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચેના તાણાવાણાને વચ્ચે ના રાખીને શહેર ભાજપે લોકલાગણીને વાચા આપી છે.
હાલમાં શહેરના 27 સ્મશાનો પાલિકા સંચાલિત કરે છે, જ્યારે 4 સ્મશાનો ટ્રસ્ટો સંભાળે છે. આ નિર્ણયે માત્ર ટ્રસ્ટોને નહીં, પણ નાગરિકોને પણ ભારે રાહત આપી છે. લોકશાહીનો અર્થ કેવળ રાજકારણ નથી. લોકલાગણી, સંસ્કાર અને સેવાનો માન જ સાચો લોકશાહી આધાર છે અને આ નિર્ણયે તેને વધુ એકવાર સાબિત કર્યો છે.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
