તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Friday, 25th July 2025
ગુજરાતમાં ધોરણ 6 થી 8 માં વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા સ્થગિત: હાઇકોર્ટના આદેશ બાદ લેવાયો નિર્ણય
બે દિવસની જિલ્લા પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અચાનક ભરતી સ્થગિત: નવી જિલ્લા પસંદગીની તારીખ અંગે ટૂંક સમયમાં ફરી જાહેરાત કરાશે

અમદાવાદ :ગુજરાતમાં ધોરણ 6 થી 8 માં વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સક્ર્કારે આ નિર્ણય લીધો છે. બે દિવસની જિલ્લા પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અચાનક ભરતી સ્થગિત કરાતા ઉમેદવારોમાં ક્યાંક નિરાશા તો ક્યાંક રાહત જોવા મળી છે. નવી જિલ્લા પસંદગીની તારીખ અંગે ટૂંક સમયમાં ફરી જાહેરાત કરવામાં આવશે.
મળતી જાણકારી અનુસાર, આ ભરતી પ્રક્રિયાને પડકારતી એક અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ અરજી કરનારા ઉમેદવારો એવા હતા જેઓ MSc અભ્યાસની સાથે જ્ઞાન સહાયક તરીકે નોકરી કરતા હતા. તેમ્નેઆ કોર્ટમાં રજૂઆત કરી હતી કે ભરતી પ્રક્રિયામાં કેટલાક મુદ્દાઓ અંગે સ્પષ્ટતા નથી અથવા તો તેમના હિતોને અસર થઇ રહી છે. હાઈકોર્ટે આ અરજીને ધ્યાનમાં લઈને ભરતી પ્રક્રિયા પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો. જેના પગલે ભરતી સ્થગિત કરવાની ફરજ પડી હતી.
આ નિર્ણયને કારણે ભરતી પ્રક્રિયામાં ભાગ લેનારા હજારો ઉમેદવારોમાં અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. ઘણા ઉમેદવારોએ જિલ્લા પસંદગી પણ કરી લીધી હતી. હવે તેમને નવી તારીખની રાહ જોવી પડશે. શિક્ષણ વિભાગ દ્વારા કોર્ટના આદેશનો અભ્યાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને ટૂંક સમયમાં જ ભરતી પ્રક્રિયા અંગેની નવી જાહેરાત કરવામાં આવશે. આ ઘટના ફરી એકવાર સરકારી ભરતી પ્રક્રિયાઓમાં કાયદાકીય ગૂંચવણો અને તેના કારણે ઉમેદવારોને પડતી મુશ્કેલીઓને ઉજાગર કરે છે.
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
