<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

ચાંદીના આર્ટિકલ્‍સ પર જવેલર્સને સ્‍વ-હોલમાકિઁગ કરવા દેવા માંગ ઊભી થઈ

ઇન્‍ડિયન બુલિયન એન્‍ડ જવેલર્સ એસો.ની BISને રજૂઆત : હોલમાકિઁગ થતા ચાંદીની ખરીદીમાં ગ્રાહકોની વિશ્વનીયતા વધશે

સુરત તા.૨૫: સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હોય લોકો ચાંદીના દાગીના સહિતના આર્ટિકલ્‍સ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે, પરંતુ ચાંદીના દાગીના સહિતના આર્ટિકલ્‍સનું હોલર્માકિંગ ફરજિયાત નહીં હોવાથી ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બનવાનો ભય વધી જાય છે. બીજી બાજુ ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. ત્‍યારે ઇન્‍ડિયન બુલિયન ૪ એન્‍ડ જવેલર્સ એસોસિયેશને બીઆઈએસ (બ્‍યૂરો ઓફ ઇન્‍ડિયન સ્‍ટાન્‍ડર્ડ્‍સ)ને પત્ર લખી ચાંદીના દાગીના સહિતના આર્ટિકલ્‍સ પર ફરજિયાત હોલર્માકિંગ કરાવવા અને તેમાંય જવેલર્સને સ્‍વ-હોલર્માકિંગ કરવા દેવા માટે માંગ કરી છે.

તાજેતરમાં સોનાના ૯ કેરેટના દાગીનાને પણ બીઆઈએસ હોલર્માકિંગ માન્‍યતા મળી છે. સોનાના વધતા ભાવ વચ્‍ચે ગ્રાહકોમાં ચાંદીના દાગીનાની પણ ડિમાન્‍ડ વધી રહી છે. ત્‍યારે ચાંદીના બેસલેટ, ચેઈન, પાયલ જેવા દાગીના તેમજ ભગવાનની મૂર્તિ, ગ્‍લાસ, વાસણ, સિક્કા, ગિફિં્‌ટગ બોક્‍સ સહિતના આર્ટિકલ્‍સ પર પણ હોલર્માકિંગ થાય તો તેની વિશ્વનીયતા વધવા સાથે જવેલર્સને પણ સીધો ફાયદો થશે. ચાંદીમાં ૯૯૯, ૯૨૫ અને ૭૫ (સ્‍ટાન્‍ડર્ડ્‍સ) ટચના દાગીના અને આર્ટિકલ્‍સ બને છે, પરંતુ હોલર્માકિંગ ફરજિયાત નહીં હોવાથી

વિશ્વનીયતાનો પ્રશ્‍ન ઊભો થાય છે. આ મામલે ભૂતકાળમાં પણ સરકારમાં રજૂઆત કરાઈ હોવાનું સુરત જવેલરી એસોસિયેશનના મહેશ ધીનૈયાએ કહ્યું હતું. ચાંદીના દાગીના પર હોલર્માકિંગ બાબતે ગુરુવારે સુરતના સાંસદ મુકેશ દલાલે પણ લોકસભામાં રજૂઆત કરી હતી.

લેબગ્રોનમાં ચાંદીના દાગીના બની રહ્યા છે

રોકાણ માટે યાંદીને પણ પસંદ કરવામાં આવી રહી છે. ત્‍યારે હોલર્માકિંગ ફરજિયાત થતા ગ્રાહકોને સંતોષ થશે. સોનાનો ભાવ વધતા હવે લેબગ્રોન ડાયમંડમાં સિલ્‍વર જવેલરી બની રહી છે. ત્‍યારે ચાંદીના દાગીના સહિતના આર્ટિકલ્‍સ પર ફરજિયાત હોલર્માકિંગ કરાવવા અને તેમાંય જવેલર્સને સ્‍વ-હોલર્માકિંગ કરવા દેવાથી મોટી રાહત થશે. હોલર્માકિંગ માટે જવેલર્સને પેસિફિક કોડ આપી શકાય છે. આમ કરવાથી જવેલર્સને ચાંદીના દાગીના કે આર્ટિકલ્‍સ હોલર્માકિંગ સેન્‍ટરો પર લઈ જવા પડશે નહી. જેને લીધે લોજેસ્‍ટિક ખર્ચમાં બચત થવા સાથે સુરક્ષાના પ્રશ્‍નો પણ ઊભા થશે નહીં. કારણ સોના કરતા યાદીના દાગીના અને આર્ટિકલ્‍સનું વોલ્‍યુમ વધારે હોય છે. બીજી બાજુ ચાંદીના દાગીના ખરીદનારા ગ્રાહકો પર ખોટો બોજો વધશે નહીં: - નૈનેશ પચ્‍ચીગર (પ્રેસિડેન્‍ટ, આઇબીજેએ.-ગુજરાત)

(5:00 PM IST)