<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

પ્રાથમિકમાં લેખિત પરીક્ષા સાથે મૌખિક અને ક્રિએટિવ મૂલ્‍યાંકન કરવા ભલામણ

ધોરણ-૫ સુધી સત્રાંત પરીક્ષા ૬૦, ધોરણ-૬થી ૮માં ૮૦ ગુણની રાખવા અહેવાલમાં ભલામણ કરાઈ :મૂલ્‍યાંકનમાં આમૂલ પરિવર્તન માટે રચાયેલી ટાસ્‍ક ફોર્સે મુખ્‍યમંત્રીને અહેવાલ સુપરત કર્યો - પ્રથમ સત્રમાં રચનાત્‍મક અને બીજા સત્રમાં સત્રાંત મૂલ્‍યાંકન કરવા પણ સૂચન

 

અમદાવાદ તા.૨૫: રાજ્‍યની શિક્ષણ પદ્ધતિમાં ૩૬૦ પરિવર્તન લાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ટાસ્‍ક ફોર્સની રચના કરાઈ હતી. આ ટાસ્‍ક ફોર્સે વિવિધ મીટિંગ બાદ અહેવાલ તૈયાર કરીને મુખ્‍યમંત્રીને સુપરત કર્યો છે. જેમાં હોલિસ્‍ટીક એજ્‍યુકેશન એ-પ્રોચના સર્વગ્રાહી મૂલ્‍યાંકન માટે પોતાની ભલામણો રજૂ કરી છે. જેમાં મહત્ત્વની ભલામણોમાં અત્‍યાર સુધી સ્‍કૂલોમાં પ્રથમ અને દ્વિતીય સત્રાંત મૂલ્‍યાંકન પદ્ધતિ હતી, તેમાં ફેરફાર કરીને પ્રથમ રચનાત્‍મક અને બીજુ સત્રાંત મૂલ્‍યાંકન કરાશે. જેમાં ત્રિમાસિક ૪૦ ગુણની લેખિત કસોટી લેવા માટે ભલામણ કરાઈ છે. ઉપરાંત ધોરણ-૫ સુધીની સત્રાંત કસોટી ૪૦ના બદલે ૬૦ માર્કની લેવા તથા ધોરણ-૬થી ૮ની સત્રાંત પરીક્ષા ૬૦ના બદલે ૮૦ ગુણની લેવા માટે પણ ભલામણ કરાઈ છે.

જેથી હવે રાજ્‍ય સરકાર દ્વારા આ ભલામણો સાથેના અહેવાલનો અભ્‍યાસ કરી ત્‍યારબાદ સ્‍કૂલોમાં મૂલ્‍યાંકન પદ્ધતિમાં ફેરફાર અંગેની કાર્યવાહી કરાશે. સંભવતઃ પ્રથમ સત્રાંત પરીક્ષા ચાલુ થાય તે પહેલા નવી મૂલ્‍યાંકન પદ્ધતિ અમલમાં આવી જશે તેવી શકયતા છે.

મુખ્‍યમંત્રીને રજૂ કરવામાં આવેલી ભલામણોમાં વિદ્યાર્થીઓમાં અભ્‍યાસની સાથે ખેલકૂદ, સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ, વોકેશનલ ટ્રેનિંગ જેવી બાબતો માટેના સર્વગ્રાહી શૈક્ષણિક અભિગમ દ્વારા ભાવાત્‍મક અને બૌદ્ધિક ક્ષમતા વર્ધનની ભલામણો રાજ્‍યમાં સર્વગ્રાહી શિક્ષણ મૂલ્‍યાંકન માટેની આ ટાસ્‍ક ફોર્સ કમિટીએ પોતાના અહેવાલમાં કરી છે. આ ઉપરાંત નેશનલ એજ્‍યુકેશન પોલિસી અંતર્ગત હોલિસ્‍ટીક પ્રોગ્રેસ કાર્ડ બનાવવા માટેની ભલામણ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત શિક્ષકોને પૂરતા પ્રમાણમાં અભ્‍યાસ કરાવવાનો સમય મળી રહે તે માટે પ્રથમ સત્રમાં રચનાત્‍મક અને બીજા સત્રમાં સત્રાંત મૂલ્‍યાંકન કરવાનું આયોજન કરાયું છે. રચનાત્‍મક મૂલ્‍યાંકનમાં મૌખિક, એક્‍ટિવિટી અને લેખિત એમ ત્રણ રીતે મૂલ્‍યાંકન કરાશે.

મૂલ્‍યાંકન પદ્ધતિમાં મહત્ત્વનો ફેરફાર માટે જે ભલામણ કરવામાં આવી છે. તેમાં હાલમાં પ્રાથમિક વિભાગમાં વિદ્યાર્થીઓનું ૧૦૦ ગુણનું મૂલ્‍યાંકન કરવામાં આવતું હતું અને તેમાં પ્રથમ પરીક્ષાનું વેઈટેજ ૪૦ ટકા, અંતિમ પરીક્ષાનું વેઈટેજ ૪૦ ટકા અને એકમ કસોટી સહિતની અન્‍યનું વેઈટેજ ૨૦ ટકા મળી કુલ ૧૦૦ ટકા વેઈટેજ લેખિત પરીક્ષા આધારિત હતું, પરંતુ હવે તેમાં ફેરફાર કરવા માટે ભલામણ કરાઈ છે. જેમાં પ્રાથમિકમાં સત્રાંત પરીક્ષા ૬૦ ગુણની અને અપર પ્રાયમરીમાં ૮૦ ગુણની યોજવા માટે ભલામણ કરાઈ છે.

મૂલ્‍યાંકન પદ્ધતિમાં વિદ્યાર્થીઓ પરનું ભારણ ઘટાડવા માટેની ભલામણો પણ કરાઈ છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્‍વ-મૂલ્‍યાંકન તથા સહપાઠી દ્વારા મૂલ્‍યાંકન કરાવવા માટે ભલામણ કરાઈ છે. આ ઉપરાંત શિક્ષક દ્વારા તો મૂલ્‍યાંકન કરાશે જ, પરંતુ તેની સાથો સાથ વાલી દ્વારા પણ મૂલ્‍યાંકન કરવામાં આવશે. આમ, વાલી દ્વારા પણ મૂલ્‍યાંકન કરી બાળકને ગુણ આપવામાં આવશે અને તે જ રીતે સહપાઠી દ્વારા પણ મૂલ્‍યાંકન કરવામાં આવનાર હોવાની ભલામણ કરવામાં આવી છે.

રાજ્‍યના મુખ્‍યમંત્રીને રજૂ કરવામાં આવેલા અહેવાલમાં એકમ કસોટી રદ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. એકમ કસોટીને બદલે સતત સર્વગ્રાહી મૂલ્‍યાંકન પદ્ધતિ અમલમાં મૂકવાની ભલામણ કરાઈ છે. સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજ્‍યુકેશન દ્વારા સતત મૂલ્‍યાંકન આધારિત હોલિસ્‍ટીક કાર્ડ આપવામાં આવે છે, તે જ રીતે સર્વગ્રાહી મૂલ્‍યાંકન બાદ હોલિસ્‍ટીક પ્રોગ્રેસ કાર્ડ તૈયાર કરવા માટેની ભલામણ કરવામાં આવી છે. જેમાં દર ત્રણ માસમાં આ રીતે સર્વગ્રાહી મૂલ્‍યાંકન કરવા માટેની ભલામણ કરાઈ છે.મૂલ્‍યાંકન પદ્ધતિમાં ફેરફાર માટે કરાયેલી ભલામણમાં શિક્ષકો પરથી ડેટા એન્‍ટ્રીનું ભારણ ઘટાડવા માટે પણ ભલામણ કરાઈ છે. હાલમાં શિક્ષકો પર વિવિધ જાતની ડેટા એન્‍ટ્રીની અઢળક કામગીરી હોય છે, જેના પગલે તેઓ શિક્ષણમાં પૂરતું ધ્‍યાન આપી શકતા નથી. જેથી આ ભારણ ઘટે તો તેઓ વધુ સારી રીતે અભ્‍યાસ કરાવી શકે તેમ હોવાથી તેનું ભારણ ઘટાડવા માટે ભલામણ કરાઈ છે. આ ઉપરાંત ૧૦ દિવસ બેગલેસ ડે, ફિલ્‍ડ ટ્રીપ, ઘ્‍ચ્‍ય્‍વ્‍ દ્વારા પ્રશ્‍ન બેંકમાં હાઈ ઓર્ડર થિન્‍કીંગના પ્રશ્‍નો પણ ઉમેરાશે. ફાઉન્‍ડેશન સ્‍ટેજમાં પ્‍લે વે પદ્ધતિ દ્વારા પ્રફુલ્લિત મને વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે તેવી ભલામણો કરાઈ છે.

(10:19 AM IST)