<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

આવતા મહિને ધારાસભા સત્રઃ કોંગ્રેસ-આપ આક્રમક મિજાજમાં

પુલ દુર્ઘટના, ભ્રષ્‍ટાચાર, બેરોજગારી, કાયદો-વ્‍યવસ્‍થા વગેરે મુદે ગૃહ ગાજશે : વિસાવદર-કડીની પેટાચુંટણી અને વિપક્ષી નેતા બદલાયા પછી પ્રથમ સત્રઃ વિપક્ષ સત્રના દિવસો વધારવા માંગણી કરશે

રાજકોટ, તા. ૨૫: ગુજરાત વિધાનસભાનું બે-ત્રણ દિવસનું ચોમાસુ સત્ર ઓગસ્‍ટ ઉત્તરાર્ધ અથવા સપ્‍ટેમ્‍બરના પ્રારંભે મળનાર છે. સામાન્‍ય રીતે બંધારણીય જોગવાઈ મુજબ દર છ મહિને ગળહ મળતું હોય છે તે પરંપરા મુજબ ચોમાસુ સત્ર મળશે. વિસાવદર અને મહેસાણાના કડીની પેટાચૂંટણી પછી પ્રથમ વખત વિધાનસભા  સત્ર આવી રહ્યું છે. કોંગ્રેસ ભૂતકાળની જેમ આ વખતે પણ સત્રના દિવસો લંબાવવા માટે માગણી કરશે.

ધારાસભ્‍ય તરીકે ગોપાલ ઇટાલીયાની એન્‍ટ્રી થઈ ગઈ છે તેમજ વિપક્ષ કોંગ્રેસના નેતામાં પણ ફેરફાર થયો છે. અમિત ચાવડાની બદલે તુષાર ચૌધરી વિપક્ષ નેતા બન્‍યા બાદ પહેલીવાર સત્ર મળી રહ્યું છે. સત્રમાં સરકારને ભેળવવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોરદાર પ્રયાસ કરે તેવા એધાણ છે.

આણંદ પાસેનો ગંભીરા પુલ તૂટી પડવાની દુર્ઘટનાનો મુદ્દો ગળહમાં ગાજે તેવી પ્રબળ શકયતા છે. ઉપરાંત ચોમાસામાં ઠેર ઠેર રસ્‍તામાં ખાડા કાયદો વ્‍યવસ્‍થા બેરોજગારી મોંઘવારી ખેડૂતોની સમસ્‍યા વગેરે મુદ્દે વિધાનસભામાં બંને વિપક્ષ ધમાલ મચાવે તેવા એંધાણ છે. વિપક્ષનો સામનો કરી સરકારનો બચાવ કરવામાં ભાજપની કસોટી થઈ જશે. બે ત્રણ દિવસના સત્રના કારણે લોકોના પ્રશ્નોની પૂરી ચર્ચા થઈ શકતી નથી તેવા કારણ સાથે કોંગ્રેસ સત્રના દિવસો વધારવા માટે રજૂઆત કરશે. આ માગણીમાં આમ આદમી પાર્ટી પણ સુર પુરાવે આવે તેવી શકયતા છે. સરકાર તરફથી વિધાનસભામાં અમુક વિધેયકો રજૂ કરવામાં આવે તેવી શકયતા નકારાતિ નથી. જાન્‍યુઆરી મહિનામાં તાલુકા જિલ્લા પંચાયતો અને ૧૫ મહાનગરોની ચૂંટણી આવી રહી છે તે પૂર્વેનું આ સંભવત અંતિમ સત્ર બની રહેશે. સરકાર સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ અને ધ્‍યાને રાખીને મતદારોને આકર્ષવા મહત્‍વની જાહેરાત કરી શકે છે.

(11:49 AM IST)