News of Friday, 25th July 2025
મોરબી, દ્વારકા,દાહોદ અને ધોરડોમાં એરપોર્ટ બનાવવા માટે આગેકદમ
અમરેલી, રાજુલા,બોટાદ, પાલીતાણામાં અનુકુળતા નહીઃ ધોલેરાનું કામ ૬ મહિનામાં પૂર્ણ થશે : સંસદમાં નરહરી અમીનને સરકારનો જવાબ

ગાંધીનગર,તા.૨૫: રાજ્યમાં ધોરડો, મોરબી, રાજપીપળા, દાહોદ અને દ્વારકા એમ પાંચ સ્થળોના પ્રિ-ફિઝિબિલિટી રિપોર્ટ મુજબ આ પાંચ જગ્યા નવા આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ સ્થાપવા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અનુકૂળ જણાયા નથી. અંકલેશ્વર, અંબાજી, ધોળાવીરામાં એરપોર્ટ બનાવવા માટે રાજ્ય સરકાર તરફથી એરપોર્ટ ઓથોરિટીને પ્રપોઝલ હજી પ્રાપ્ત થઈ નથી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોદ્દોલે રાજ્યસભામાં આ જણાવ્યું હતું.
રાજયમાં ૧૧ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ તથા ૯ એરપોર્ટના વિસ્તરણ સંદર્ભે સાંસદ નરહરિ અમીન દ્વારા પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ અગાઉ અપાયેલી માહિતી રિપિટ કરતાં વધુમાં જણાવ્યું હતું કે, ધોલેરા ખાતે આકાર લઈ રહેલું ગ્રીનફિલ્ડ એરપોર્ટ ડિસેમ્બર-૨૦૨૫ સુધીમાં તૈયાર થઈ જવાની ધારણા છે. એમણે જણાવ્યું હતું કે, અમરેલીની હવાઈ પટ્ટી-ખાતે એરપોર્ટ સ્થાપવા પ્રિ-ફિઝિબિલિટી સરવે થયો હતો, પણ ત્યાં વિસ્તરણા કરવું અનુકૂળ જણાયું નથી. જ્યારે કેશોદની હવાઈપટ્ટી ખાતે એરપોટ બનાવવા માટે એરપોર્ટ ઓથોરિટીને રાજ્ય સરકારે વધારાની જમીનન સોંપણી કરી છે. મહેસાણા અને માંડવીની હવાઈપટ્ટી એરપોર્ટમાં ફેરવવા રાજા સરકારે હજી દરખાસ્ત જ મોકલી નથી
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
