તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Friday, 25th July 2025
ગાંધીનગરના રાંદેસણમાં ૩ લોકો પર મોતનું ટાયર ફરી વળ્યુંજુઓ વિડીયો
ગુજરાતનું પાટનગર રક્તરંજિત બન્યું : હિટ એન્ડ રન...ટાટા સફારી કારના ચાલકે રાહદારી અને વાહનોને અડફેટે લીધા

ગાંધીનગર, તા.૨૫: અમદાવાદ બાદ ગાંધીનગરમાં રફ્તારનો કહેર જોવા મળ્યો છે. ગાંધીનગરના રાંદેસણ પાસે બેફામ દોડતી કારે ચાર લોકોને કચડ્યા હતા. નશામાં ધૂત કારચાલકે બેફામ ગાડી હંકારતા ૩ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યુ છે. કારચાલક હિતેષ પટેલે પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. કાર ચાલકને સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસ હવાલે કરાયો.
ગાંધીનગરના રાંદેસણમાં રફ્તારનો કહેર જોવા મળ્યો. બેફામ કારે ૪ લોકોને કચડ્યા હતા. જેમાં ત્રણ રાહદારીઓના મોત નિપજ્યા છે. કારચાલક રાયસણનો રહેવાસી હિતેશ પટેલ નામનો શખ્સ હોવાનું સામે આવ્યું છે. GJ18 E 7887 નંબરની કારથી તેણે ગાંધીનગરમાં હાહાકાર સર્જી દીધો છે.
ગાંધીનગરના રાંદેસણમાં ૪ લોકો પર મોતનું ટાયર ફરી વળ્યું છે. આ અકસ્માતમાં મહિલા સહિત કુલ ૩ લોકોના સ્થળ પર મોત નિપજ્યા છે. કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે. સ્થાનિકોઆ નશેબાજ કારચાલકને પકડીને બરાબરો મેથીપાક ચખાડ્યો હતો, અને પોલીસને હવાલે કર્યો હતો. કાર ચાલકની પોલીસે સ્થળ પરથી ધરપકડ કરી.
મહત્વનું છે કે, ગાંધીનગરના રાંદેસણ નજીક ગંભીર અકસ્માતની ઘટના બની છે. જેમાં બેફામ દોડતી કારની અડફેટે એક મહિલા સહિત કુલ ૩ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. અકસ્માત બાદ સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો. કાર ચાલક નશામાં ધૂત હોવાનો લોકોએ આરોપ લગાવ્યો. સાથે જ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા. કાર ચાલકને સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો. પોલીસે સ્થળ પરથી જ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે, ટુ વ્હીલર પર સવાર મહિલા ગાડીના બોનેટ પર જઈને પડી હતી, અને ત્યાં જ ફસાઈ ગયા હતા. આ દ્રશ્યો અરેરાટીભર્યા બની રહ્યા હતા.
અકસ્માત સર્જનાર કારચાલક હિતેષ પટેલ ગાંધીનગરના પોર ગામનો રહેવાસી છે. ઓવરસ્પીડને કારણે બનાવ બન્યાનું એસપીએ જણાવ્યુ છે. મૃતકમાં હંસાબેન વાઘેલા અને નીતિન વસા નામના વ્યકિતનો સમાવેશ થાય છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
