તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Friday, 25th July 2025
રક્ષાબંધન-જન્માષ્ટમીના તહેવાર પર એસટી નિગમ 6500થી વધુ વધારાની ટ્રિપ દોડાવશે
અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા, વડોદરા જેવા શહેરી વિસ્તારમાં જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા એસટી બસોનું સંચાલન કરાશે

અમદાવાદ :ગુજરાત એસટી નિગમ ઓગસ્ટમાં આવતા રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારો દરમિયાન બસના રેગ્યુલર સંચાલન ઉપરાંત એક્સ્ટ્રા ટ્રિપોનું સંચાલન કરશે. તેની સાથે જ જો કોઈ રૂટ પર વધારે ભીડ જણાશે તો ત્યાં પણ વધારાની બસ દોડાવવા તમામ ડેપોના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
એસટી નિગમના અધિકારીએ જણાવ્યું કે, ગયા વર્ષે 2024માં રક્ષાબંધન અને જન્માષ્ટમી દરમિયાન નિગમે અમદાવાદ સહિત રાજ્યભરના તમામ મુખ્ય ડેપોથી 6,000થી વધુ એક્સ્ટ્રા ટ્રિપોનું સંચાલન કર્યું હતું, જેમાં 3,15 લાખથી વધુ પેસેન્જરોએ મુસાફરી કરી હતી. આથી આ વર્ષે પણ ગુજરાત એસટી નિગમ દ્વારા તહેવારોના દિવસોમાં પેસેન્જરો માટે 6500 થી વધુ એક્સ્ટ્રા ટ્રિપોનું સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ખાસ તો રક્ષાબંધનના તહેવારમાં જિલ્લા મથક તેમજ તાલુકા મથક ઉપરાંત અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા, વડોદરા જેવા શહેરી વિસ્તારમાં જરૂરિયાત મુજબ
એક્સ્ટ્રા એસટી બસોનું સંચાલન કરવામાં આવશે.
જન્માષ્ટમીના તહેવારો દરમિયાન અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા મુખ્ય મથકથી ડાકોર, દ્વારકા, શામળાજી જેવા તીર્થ સ્થળ માટે જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદથી તહેવારો દરમિયાન વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, મહેસાણા જેવા મુખ્ય મથકો માટે એસટી બસોની 800 થી 1000 જેટલી વધારાની ટિપો દોડાવવામાં આવશે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
