<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

આંતરરાષ્‍ટ્રીય પ્રતિનિધિઓએ ખેતી બેંકની વડી કચેરીની લીધેલી મુલાકાત

 

અમદાવાદઃ તા.રપ, સહકારના આંતરરાષ્‍ટ્રીય વર્ષની ઉજવણીના ભાગરૂપે ICA-AP અને NAFCARDના  સહકારી શિક્ષણ કાર્યક્રમના ભાગરૂપે આંતરરાષ્‍ટ્રીય પ્રતિનિધિઓએ ખેતી બેંકની વડી કચેરીની મુલાકાત લીધી.

ખેતી બેંક દ્વારા વર્ષ-ર૦રપ ની આંતરરાષ્‍ટ્રીય સહકારી વર્ષનીઉત્‍સાહપૂર્વક ઉજવણી કરી રહી છે ત્‍યારે NAFCARD,મુંબઇ અને ICA-AP કમિટી ઓન ક્રિેડીટ એન્‍ડ બેકિંગ (ICCB) દ્વારા આયોજિત સહકારી શિક્ષણ મુલાકાત હેઠળ આવેલ એક આંતરરાષ્‍ટ્રીય પ્રતિનિધિમંડળનું બેંક દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું.

સહકારી બેંકિંગ અને ગ્રામીણ વિકાસમાં વૈશ્વિક સહયોગને મજબૂત બનાવવાના હેતુથી આ પ્રતિષ્‍ઠિત જ્ઞાન વિનિમય કાર્યક્રમમાં ઇન્‍ડોનેશિયા,શ્રીલંકા, પેલેસ્‍ટાઇન, નેપાળ અને જોર્ડન અને પેલેસ્‍ટાઇનના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

GSCARDB ના અધિયક્ષ ડોલરભાઇ કોટેચાએ પધારેલ પ્રતિનિધિઓનું સ્‍વાગત કર્યું હતું અને સ્‍મૃતિ ચિホ તરીકે મોમેન્‍ટો અર્પણ કર્યા હતા.

કાર્યક્રમમાં ખેતીબેંકનું વિઝન, મૂલ્‍યો અને ભાવિ રોડમેપ પર પ્રસ્‍તુતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં નાણાકીય સદ્ધરતા, કૃષિલક્ષી ધિરાણમાં નવનીતા અને નૈતિક ગ્રામીણ વિકાસ પ્રત્‍યેની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડવામાં આવ્‍યો હતો.

NAFCARD ના મેનેજિંગ ડિરેકટર રવિન્‍દ્રને ભારતની ફાઇનાન્‍શિયલ કો. ઓપરેટીવ્‍સની પ્રશંશા કરી હતી અને સહકારી ક્ષેત્રની આંતરરરાષ્‍ટ્રીય ભાગીદારીને પ્રોત્‍સાહન આપ્‍યું હતું.

આ પ્રસંગે બેન્‍કના ડીજીટલ બોર્ડરૂમમાં એક પાવરપોઇન્‍ટ પ્રેઝન્‍ટેશન દ્વારા ખેતી બેંકની નાણાકીય સદ્ધરતા , લોન પોર્ટફોલિયો અને મજબુત ગ્રામીણ ધિરાણ વિતરણની ઉત્‍કૃષ્‍ઠ કામગીરીની જાણકારી આપી હતી.

બેંકે પધારેલ આંતરરાષ્‍ટ્રીય મહેમાનોની ઉપસ્‍થિતિમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદી ‘‘એક પેડ મા કે નામ '' અભિયાનથી પ્રેરિત વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં તમામ પ્રતિનિધિઓએ ભાગ લઇને વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ સાથે સુમેળ સાધી ભાવિ પેઢી પ્રત્‍યેની પ્રતિબદ્ધતા વ્‍યકત કરી હતી.

અંતમાં, સહકારના આંતરરાષ્‍ટ્રીય વર્ષની ઉજવણીના ભાગ રૂપે ICA-AP અને NAFCARDના સહકારી શિક્ષણ માટે પધારેલ એશિયા પ્રેસીફિકના દેશોના પ્રતિનિધિઓનો આભાર માની કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્‍યું હતું .

(3:00 PM IST)