<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

મુંબઇમાં સુરત PCB બ્રાન્‍ચનું દિલધડક ઓપરેશન...

ટેક્‍સી ડ્રાઇવરના વેશમાં છુપાયેલ ગેંગસ્‍ટાર ૨૧ વર્ષે ઝડપાયો... : ઉત્તરપ્રદેશની જે ગેંગના ૬ સભ્‍યો એન્‍કાઉન્‍ટરમાં ઠાર થયા છે, તે ગેંગના ૭માં કુવિખ્‍યાત ૫૦ હજારના ઈનામી આરોપી અંતે જીવતો જણાયો...નો વોન્‍ટેડ અભિયાનને જબ્‍બર સફળતા : ૧૦ વર્ષથી વોન્‍ટેડ ૩૨ આરોપી ઝડપનાર ટીમના સુકાની આર. એસ. સુવેરા કહે છે કે પોલીસ કમિશનર અનુપમસીહ ગેહલોત દ્વારા ઉતર પ્રદેશ, દિલ્‍હી અને મુંબઈ સુધીની કુંડળી મેળવી લીલીઝંડી આપતા ટીમો ત્રાટકી

રાજકોટ, તા.૨૫: ઉત્તરપ્રદેશની કુવિખ્‍યાત ઉમેશ પહેલવાન અને દીપકસિંહ બહેરા ગેંગના એક માત્ર જીવિત સભ્‍ય અને જેના પર ૫૦ હજારનું ઇનામ છે તેવા કુવિખ્‍યાત ગેંગસ્‍ટરને સુરત PCB દ્વારા એક ખાસ ઓપરેશનમાં મુંબઈથી ઝડપી લેવાયાની વાતને અકિલા સાથેની વાતચીતમાં આ વિશેષ ઓપરેશન ટીમના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર એસ સુવેરા દ્વારા સમર્થન આપવામાં આવ્‍યું છે.

લોકોને પીડાતા અને ગંભીર ગુન્‍હાના અસરોપીઓને ગમે તેટલા વર્ષોથી ફરાર હોય તેને પાતાળમાંથી પણ શોધી પોલીસ શું કહેવાય તે દેખાડી આરોપીઓની માનસિક હિંમત તોડી, લોકોમાં પોલીસ પ્રત્‍યે વિશ્વાસની લાગણી જગાવવા પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત દ્વારા નો વોન્‍ટેડ અભિયાન અંતર્ગત PCB ટીમ દ્વારા પોલીસ કમિશનરની સુધી દોરવણી હેઠળ વધુ એક સફળતા મેળવી હોવાનું PCB પીઆઇ આર એસ સુવેરા એ વિશેષમાં જણાવેલ. ૨૧-૨૧ વર્ષથી  વોન્‍ટેડ કુ વિખ્‍યાત ગેંગના અન્‍ય ૬ સભ્‍યો પોલીસ એન્‍કાઉન્‍ટરમાં માર્યા ગયા છે.  આ આરોપી પોતાની ઓળખ છુપાવવા દિલ્‍હી અને ત્‍યારબાદ મુંબઇમાં ટેક્‍સી ડ્રાઈવર તરીકે કામગીરી કરી રહ્યો હતો.

અત્રે એ યાદ રહે કે કુવિખ્‍યાત સતીષ ગુપ્તા સુરતના લિંબાયત વિસ્‍તારની ધાડના ગુન્‍હામાં વોન્‍ટેડ હતો.  ભ્‍ઘ્‍ગ્ના અશોકભાઇ લુણીને આરોપી અંગે બાતમી મળ્‍યા પછી, ભ્‍ઘ્‍ગ્‍ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર દ્વાર પોલીસ કમિશનરશ્રીનું ધ્‍યાન દોરી બાતમી અંગે ભ્‍ઘ્‍ગ્‍ પીઆઇ દ્વારા વેરીફાઈ કરાવતા પોલીસ કમિશનરે આગળ વધવા જણાવતા જ આ ઓપરેશન પાર પાડવા ખ્‍લ્‍ત્‍ હસમુખભાઈ મોહનભાઈ, જનાર્દન શર્મા અને હેડ કોન્‍સ્‍ટેબલ દીપકભાઈ નરશીભાઈ અને અશોકભાઇ લાભુભાઈ જેવી આવા કાર્યમાં ખૂબ માહિર ટીમ મુંબઇ પોહચી આરોપી કોઇ સામનો કરે તે પહેલા દબોચી લીધો હતો. અત્રે એ યાદ રહે કે ભ્‍ઘ્‍ગ્‍ ટીમ દ્વારા ૧૦ વર્ષથી વધુ ફરાર ૩૨ આરોપી ઝડપી પાડી એક વિક્રમ સર્જ્‍યો છે

(3:35 PM IST)