News of Friday, 25th July 2025
વડતાલધામમાં શ્રાવણ માસ નિમિત્તે રોજ સવા લાખ તુલસીપત્રથી વિશેષ પૂજન
શ્રાવણ માસ પર્યન્ત વડતાલ તેમજ આજુબાજુના ૫૦ ઉપરાંત ગામોના હરિભક્તો દરરોજ દ્વિદલ તુલસીપત્રો ચૂંટવાની સેવામાં જોડાશે

વડતાલ, રપ : સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામમાં નડીયાદ પાસે શ્રાવણ માસ નિમિત્તે તા. રપ જુલાઇથી ર૩ ઓગસ્ટ સુધી શ્રી હરિકૃષ્ણ મહારાજને દરરોજ સવા લાખ દ્રિદલ તુલસીપત્ર અર્પણ કરાશે, વડતાલ ટેમ્પલ કમીટીના ચેરમેનશ્રી સંતવલ્લભ સ્વામીના જણાવ્યા મુજબ ભૂદેવોના મુખેથી ઉચ્ચારાતા જનમંગલસ્ત્રોત વચ્ચે શ્રી હરિકૃષ્ણ મહારાજનું વિશેષ પૂજન કરવામાં આવશે. ભગવાનશ્રી હરિએ સ્વહસ્તે વડતાલ મંદિરના દરવાજે ગણપતિ સાથે શિવની સ્થાપના કરેલ તેમણે આશ્રિતોને દર શ્રાવણ માસમાં બીલીપત્રથી મહાદેવનું પૂજન કરવાની આજ્ઞા કરી છે.
ભુદેવો ધીરેનભાઇ ભટ્ટ રોજના ૧૦ હજાર બિલ્વપત્ર પ્રમાણે માસ પર્યન્ત ૩ લાખ બિલ્વપત્રો અર્પણ કરશે. જ્યારે મિતુલભાઇ શુકલ રોજના ૫ હજાર બિલીપત્રો પ્રમાણે માસાન્તે ૧.૫૦ લાખ બીલીપત્રો શીવલીંગ પર ચઢાવશે. સાથે સાથે વેદોક્ત રૂદ્રી પાઠ, અભિષેક, જપાત્મક લઘુરૂદ્ર પણ થશે. સમગ્ર ભક્તિ પર્વના આયોજક ડો.સંતવ્લભદાસજીસ્વામી (ચેરમેનશ્રી) અને મુખ્ય કોઠારી શ્રી દેવપ્રકાશદાસજીસ્વામી છે.વડતાલ સહિત ૫૦ ગામોના ભક્તો દરરોજ તુલસીપત્રો ચૂંટવાની સેવામાં જોડાશે.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
