News of Friday, 25th July 2025
વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ : કપરાડા અને વાપીમાં અનરાધાર વરસાદથી નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
સતત વરસાદથી નદી નાળા તોફાની બન્યા : લો લેવલ પુલ અને કોઝવે પર પાણી ફરી વળ્યાં: ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન

વલસાડ : હવામાન વિભાગની આગાહીને પગલે વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. કપરાડા અને વાપીમાં પડેલા ત્રણ ઇંચ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગુંજન વિસ્તાર, રેલવે સ્ટેશન રોડ સહિતના રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
વલસાડ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ વચ્ચે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે વાપી ઇસ્ટ અને વેસ્ટને જોડતા બંને ગરનાળાનો પાણીમાં ગરકાવ થયા છે. ધોધમાર વરસાદથી મોટા ગરનાળામાં પાણી ભરાતા મનપાની પોલ ખુલી છે. અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ અટવાયા છે. સલામતીના ભાગરૂપે બંને અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે. વારંવાર અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોમાં નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
વલસાડ જિલ્લા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કપરાડામાં સાડા 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સતત વરસાદથી તમામ નદીનાળાઓ તોફાની સ્વરૂપે ધારણ કર્યું છે. કેટકીક જગ્યાએ નદી નાળાઓ પર ના લો લેવલ પુલ અને કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. વાપીમાં પણ 3 ઇંચ થી વધુ વરસાદ વરસ્યો છે. જિલ્લાના વલસાડ, પારડી, ધરમપુર અને ઉમરગામ તાલુકામાં પણ સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. આગામી સમયમાં પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
