<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

સુરતમાં મોબાઈલ લૂંટી આરોપી ભાગ્યો : CISFના સબ ઇન્સ્પેક્ટરે પીછો કરી દબોચ્યો :પોલીસે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું

સ્નેચર આરોપી પીરુખાન પઠાણ સામે અગાઉ 13 ગુના સ્નેચિંગના નોંધાયેલા છે. એક વખત પોલીસે પાસા પણ કર્યા હતા

સુરતમાં મોબાઈલ સ્નેચિંગની ઘટનામાં CISFના જવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. મોબાઇલની લૂંટ કરી આરોપી ભાગ્યો હતો. CISFના સબ ઇન્સ્પેક્ટરે એક કિમી પીછો કર્યો હતો. હુમલો કર્યો હોવા છતાં આરોપીને પકડી પાડ્યો હતો. ઉમરા પોલીસે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું છે. 

સુરતમાં જિલ્લા પંચાયત ઓફિસ પાસે આવેલી CISF કોલોની નજીક સવારે મોર્નિંગ વોક પર નીકળેલા CISF જવાન જંગ બહાદુર પર મોબાઈલ સ્નેચરે ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં જંગ બહાદુર ઈજાગ્રસ્ત થયા હતા. આ હુમલો થતા જોઈને CISFના સબ-ઇન્સ્પેક્ટર ગજેન્દ્રસિંહ મદદ માટે તાત્કાલિક દોડી આવ્યા હતા.CISF સબ-ઇન્સ્પેક્ટરની બહાદુરીથી સ્નેચર ઝડપાયો હતો. ઉમરા પોલીસે હત્યાનો પ્રયાસ અને લૂંટની ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી હતી. 

સ્નેચર આરોપી પીરુખાન પઠાણ સામે અગાઉ 13 ગુના સ્નેચિંગના નોંધાયેલા છે. એક વખત પોલીસે પાસા પણ કર્યા હતા. આરોપી પકડાયા બાદ તેની પાસે ચોરીની બાઈક અને બે મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યા છે. આરોપી સામે વધુ ત્રણ ગુના નોંધાયા છે. એક મોબાઈલ સ્નેચરે તેમનો મોબાઈલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો. જંગ બહાદુરે હિંમતભેર સ્નેચરને પકડી પાડતા, સ્નેચરે તેના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. મોબાઈલ સ્નેચર ભાગી છૂટવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે સબ-ઇન્સ્પેક્ટર ગજેન્દ્રસિંહે તેનો એક કિલોમીટર સુધી પીછો કર્યો હતો. તેના કારણે તેમના વર્દી પર ચપ્પુ વાગતા વર્દી ફાટી ગઈ હતી. તેમ છતાં, ગજેન્દ્રસિંહે સ્નેચરને પકડીને પોલીસ હવાલે કર્યો હતો. આખરે ઉમરા પોલીસે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું છે. 

(7:42 PM IST)