News of Friday, 25th July 2025
ગુજરાત હાઇકોર્ટે વધુ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો: હોસ્પિટલોએ અંદાજિત 1000 કરોડ રૂપિયા જેટલો કર સરકારને ચૂકવવો પડશે
મેડિકલ સર્વિસના નામે હોસ્પિટલો રાજ્યની કર ચૂકવણીની જવાબદારીમાંથી છટકી શકે નહીં.

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે વધુ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર માટે વપરાતી સામગ્રી કે મેડિકલ ઇક્વિપમેન્ટ સહિતની બાબતો કરને પાત્ર છે. મેડિકલ સર્વિસના નામે હોસ્પિટલો રાજ્યની કર ચૂકવણીની જવાબદારીમાંથી છટકી શકે નહીં.
હોસ્પિટલોમાં આવેલા મેડિકલ સ્ટોર પરથી સામગ્રી મગાવી દર્દીઓની સારવારમાં વાપરી તેમની જોડે મોટા બિલ વસૂલવામાં આવતા હોય છે. મેડિકલ ટ્રીટમેન્ટ અને મેડિકલ સર્વિસના નામે દર્દીઓને અપાતી સામગ્રી પર બજાર કિંમત કરતા વધુ દર વસૂલવામાં આવતો હોય છે.
હાઇકોર્ટના ચુકાદા પ્રમાણે વર્ષ 2006થી પેન્ડિંગ એસેસમેન્ટમાં હોસ્પિટલોની કર ભરવાની જવાબદારી નક્કી થઈ છે. હોસ્પિટલોએ અંદાજિત 1000 કરોડ રૂપિયા જેટલો કર રાજ્ય સરકારને ચૂકવવો પડશે
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
