<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

હવે વિદ્યાસહાયકોની ખાલી જગ્યાઓ પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરાશે : રાજયના શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય

નિવૃત શિક્ષકોની 11 માસના કરાર હેઠળ ભરતી કરવામાં આવશે: નિવૃત શિક્ષકોને ભરતી બાદ પગારધોરણ ચૂકવાશે

ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. હવે વિદ્યાસહાયકોની ખાલી જગ્યાઓ પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે, ધોરણ 1થી 12માં હવે ખાલી જગ્યાઓમાં નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે. નિવૃત શિક્ષકોની 11 માસના કરાર હેઠળ ભરતી કરવામાં આવશે.

કરાર આધારિત વિદ્યાસહાયકને જે રીતે મહેનતાણું આપવામાં આવે છે તે નિયમ પ્રમાણે નિવૃત શિક્ષકોને ભરતી બાદ પગારધોરણ ચૂકવાશે. હાલ જે વિદ્યાસહાયકની ભરતી ચાલે છે, તે ભરતી પ્રક્રિયામાં જે જગ્યા ખાલી રહે તે જગ્યાઓ પર નિવૃત શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

(8:23 PM IST)