<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

સુરતમાં રત્નકલાકારોને ટાર્ગેટ કરતી હની ટ્રેપના ગુન્હામાં પકડાયેલ આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા :મશરૂ ગેંગના 7 ગુન્હા ડિટેકટ

હનીટ્રેપ કરતી 29 ગેંગ રત્નકલાકારોને ટાર્ગેટ કરતી હતી. આ તમામ ગેંગ છેલ્લા 6થી 7 વર્ષમાં 5000 વધુ લોકોને હનીટ્રેપમાં ફસાવ્યાની પોલીસને આશંકા

સુરતઃ કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હનીટ્રેપના ગુનામાં પકડાયેલા આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. હનીટ્રેપના મસરુ ગેંગના 7 ગુના ડિટેક્ટ થયા છે. ચાલુ વર્ષમાં શહેરમાં હનીટ્રેપની 24 કરતાં વધુ ફરિયાદ નોંધાઈ છે.

હનીટ્રેપ કરતી 29 ગેંગ રત્નકલાકારોને ટાર્ગેટ કરતી હતી. આ તમામ ગેંગ છેલ્લા 6થી 7 વર્ષમાં 5000 વધુ લોકોને હનીટ્રેપમાં ફસાવ્યાની પોલીસને આશંકા છે. વર્ષ 2024 અને 2025માં આ ગેંગે ઘણા લોકોને શિકાર બનાવ્યા હતા. પોલીસ દ્વારા ભોગ બનનારાઓને ગુનો દાખલ કરાવવા અપીલ કરવામાં આવી છે.

કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનામાં કીર્તિ પટેલની પણ એક વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી હતી. બિલ્ડરના અન્ય સ્ત્રી સાથેના ફોટાઓ વાયરલ કરી બિલ્ડર પાસેથી પૈસાની માગણી કરવામાં આવી હતી. બિલ્ડરે કીર્તિ પટેલ અને તેની ગેંગ સામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં એક વર્ષ બાદ કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે.

હનીટ્રેપ કરતી મસરુ ગેંગ હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. મસરુ ગેંગના સાગરીતો અલગ અલગ યુવતી મારફતે લોકોને હનીટ્રેપમાં ફસાવતા હતા. ત્યારબાદ યુવતી વ્યક્તિને એકાંતપળ માણવા લઈ જતી હતી. યુવક અને યુવતી રૂમમાં જાય તરત જ મસરૂ ગેંગના લોકો નકલી પોલીસ બનીને રૂમમાં ઘૂસી જતા હતા. ત્યારબાદ લોકો પાસેથી 50,000થી લઈને 30 લાખની માગણી કરવામાં આવતી હતી. આ ગેંગ યુવતીઓને પેપરના નામથી બોલાવતી હતી. યુવતી રૂમમાં જતાંની સાથે જ કોડવર્ડ મળતો હતો કે પેપર પહોંચી ગયું છે

(8:42 PM IST)