News of Friday, 25th July 2025
વડોદરામાં ભાજપના યુવા મોરચના મંત્રી ઉપર ચાર હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો
વાઘોડિયા રોડ પર, બાપુ ચિકન હોટલ ચલાવતા વડોદરા વોર્ડ નંબર 9ના ભાજપ યુવા મોરચાના મહામંત્રી ગૌરાંગ પઢિયાર પર જીવલેણ હુમલો

વડોદરામાં, સત્તાધારી ભાજપના યુવા મોરચના મંત્રી ઉપર ચાર હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને ગંભીર ઈજા પહોચાડી છે. વડોદરાના વાઘોડિયા રોડ પર, બાપુ ચિકન હોટલ ચલાવતા ગૌરાંગ પઢિયાર પર જીવલેણ હુમલો થયો છે. ગૌરાંગ પઢિયાર વડોદરા વોર્ડ નંબર 9ના ભાજપ યુવા મોરચાના મહામંત્રી છે. હોટલમાં જમવાનું પૂરું થઈ જતા કર્મચારીઓએ આરોપીઓને જમવાનું આપવાની ના પાડતા બબાલ થઈ હતી. આરોપી શક્તિસિંહ રાણાએ, ફરિયાદી ગૌરાંગ પઢિયારને ફોન કરી ગાળો ભાંડી હતી તેમજ મારવાની ધમકી આપી હતી.
ફરિયાદી ગૌરાંગ પઢિયારે આરોપીઓને ઘરનું સરનામું અને લોકેશન મોકલી ચેલેન્જ આપી હતી કે હિંમત હોય તો મારી બતાવે. ગૌરાંગ પઢિયાર ઘરે આવતા જ આરોપીઓએ ઉપરા છાપરી ચાકુના ઘા માર્યા હતા. ગૌરાંગ પઢિયાર ગંભીર રીતે ઘાયલ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો. ગોરવા પોલીસે સમગ્ર ઘટનામાં 4 આરોપીઓની બે કાર કબજે કરીને ધરપકડ કરી છે. આરોપી શક્તિસિંહ રાણા, જતીન ધાગિયા, મનીષ યાદવ અને હેમેક્ષ હોદારનો સમાવેશ થાય છે.
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
