<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

દાહોદના લીમખેડામાં પરણિતા અને બે બાળકીઓના આપઘાત કેસમાં કોર્ટનો મોટો ચુકાદો: આરોપી પતિને 10 વર્ષની કેદની સજા

સાસુ-સસરા સહિત અન્ય આરોપીઓને 5-5 વર્ષની કેદ અને દંડ ફટકાર્યો.

દાહોદના લીમખેડામાં પરણિતા અને બે બાળકીઓના આપઘાત કેસમાં કોર્ટનો મોટો ચુકાદો આવ્યો છે. આરોપી પતિ કલ્પેશ બારીયાને 10 વર્ષની કેદની સજા ફટકારી છે જયારે . સાસુ-સસરા સહિત અન્ય આરોપીઓને 5-5 વર્ષની કેદ અને દંડ ફટકાર્યો છે . લીમખેડા તાલુકાના ટીંબા ગામે ત્રણ વર્ષ પહેલા ઘટના બની હતી. પરણિતા જયાબેન અને બે માસૂમ બાળકીઓએ ઉમરીયા ડેમમાં આપઘાત કર્યો હતો. સાસરીયાઓના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને જયાબેને આ પગલું ભર્યું હતુ. લીમખેડાની બીજી એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીઓને સજા ફટકારી હતી .

(9:41 PM IST)