News of Friday, 25th July 2025
રેડક્રોસ અને REC ના સંયુક્ત ઉપક્રમે ૬ મેડિકલ વાનને શરૃઆત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેડિકલ વાનને લીલીઝંડી આપીઃડાંગ,દાહોદ,અરવલ્લીના ગ્રામ્યમાં મેડિકલ વાન કાર્યરત કરવામાં આવી છે સાબરકાંઠા,રાજકોટ,અમદાવાદ ગ્રામ્યમાં વાન કાર્યરત છે

અમદાવાદ,તા.૨૪
અમદાવાદમાં CMની આગેવીનામાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. CM ભૂપેન્દ્ર પટેલે મેડિકલ વાનનું લોકાર્પણ કર્યુ છે. બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતી નિમિતે નવી પહેલ કરી છે. રેડક્રોસ અને RECના સંયુક્ત ઉપક્રમે ૬ વાનનું લોકાર્પણ કર્યું છે. દર્દીઓને તમામ મેડિકલ સુવિધાઓ નિઃશુલ્ક અપાશે. ડાંગ,દાહોદ,અરવલ્લીના ગ્રામ્યમાં મેડિકલ વાન કાર્યરત કરવામાં આવી છે. સાબરકાંઠા,રાજકોટ,અમદાવાદ ગ્રામ્યમાં વાન કાર્યરત છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેડિકલ વાનને લીલીઝંડી આપી છે. આદિજાતિ વિસ્તારમાં દરેક દરવાજે આરોગ્ય સેવા પહોચાડવાનું સ્વપ્ન સાકાર થશે. સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતી નિમિતે નવી પહેલ કરવામાં આવી છે. રેડક્રોસ અને REC ના સંયુક્ત ઉપક્રમે ૬ આધુનિક મેડિકલ વાનને શરૃ કરાઈ છે.CMની આગેવીનામાં મેડિકલ વાન લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ મેડિકલ વાન ડાંગ, દાહોદ, અરવલ્લી,સાબરકાંઠા, રાજકોટ, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપશે. ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને તમામ મેડિકલ સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવશે. દર્દીને જરૃર પડશે તો અન્ય હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
