News of Friday, 25th July 2025
રત્ન કલાકારોએ સહાય યોજના માટે ૫૫,૦૦૦થી વધુ ફોર્મ ભર્યા
રત્ન કલાકાર સહાય માટેની પ્રક્રિયા પૂર્ણ :રત્ન કલાકારોને વિદ્યાર્થી દીઠ ૧૩,૫૦૦ ફી સહાયની સરકારની જાહેરાત કરી છે

સુરત,તા.૨૪
સુરતમાં રત્ન કલાકાર સહાય માટેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. સુરતમાં ૫૫,૦૦૦થી વધુ રત્ન કલાકારોએ ફોર્મ ભર્યા છે. સહાય યોજનામાં ફોર્મ ભરવાની સમયમર્યાદા પૂર્ણ થઈ છે. રત્ન કલાકારોએ બાળકની ફી સહાય માટે ભર્યા ફોર્મ છે. ૫૫૦૦૦ રત્ન કલાકારોએ ૩૦૦ સ્કૂલમાં ૬૫,૦૦૦ ફોર્મ ભર્યા છે. રત્ન કલાકારોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ફોર્મ જમા કરાવ્યા છે. તમામ ફોર્મ સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલાશે.શહેરમાં રત્ન કલાકારોને સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. રત્ન કલાકારોને વિદ્યાર્થી દીઠ ૧૩,૫૦૦ ફી સહાયની સરકારની જાહેરાત કરી છે. હવે રત્ન કલાકારની નોકરી, કંપની વિશે તપાસ કરાશે. ભલામણ પત્રો માટે તમામ ફોર્મ સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલવામાં આવશે. હવે ફોર્મ મુજબ રત્ન કલાકારની નોકરી છૂટી ગઈ, કર્મચારી કંપનીના હતા કે નહીં તે અંગે તપાસ કરાશે.સુરતના ડાયમંડ ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારો બેરોજગાર બન્યા હતો. સુરત શહેરમાં લાખો રત્ન કલાકારો વસવાટ કરે છે. તેમની પરિસ્થિતિને જોઈને સરકારે બેરોજગાર રત્ન કલાકારના બાળકો માટે સ્કૂલ ફી સહાયની યોજનાની જાહેરાત કરી હતી. જેમાં હાવે સહાય યોજનામાં ફોર્મ ભરવાની સમયમર્યાદા પૂર્ણ થઈ છે.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
