<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

ડેડીયાપાડા મોવી રોડ પર મીની બસો શરૂ કરવા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકર વસાવાએ હર્ષ સંઘવીને લખ્યો પત્ર

રાજપીપલાથી દેડીયાપાડા તથા સાગબારાને જોડતી મીનીબસો શરૂ કરવાથી વિધાર્થીઓ, સ્થાનિક લોકો અને નોકરિયાત વર્ગને પણ સરળતા રહેશે: શંકર વસાવા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ગંભીરા બ્રીજ દુર્ઘટના બાદ રાજ્ય ભરના બ્રીજોની ચકાસણી માટે ટીમો દ્વારા સર્વે હાથ ધરાવમાં આવ્યો જેમાં નર્મદા જિલ્લામાં મુખ્ય માર્ગ પરના બ્રીજોની ચકાસણીમાં 6 બ્રીજો જર્જરિત નીકળતા મોટા ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા આ સાથે પ્રથમ વરસાદ માં ધોવાયેલ યાલ મોવી નું નાળું કામચલાવ બનાવવામાં આવતા જેના પરથી પણ મોટા વાહનો જ પસાર થઇ શકે છે અને મોટા ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે આ મોવી ડેડીયાપાડા રોડ પર મીની બસ સેવા ચાલુ કરવામાં આવે તો વિધાર્થીઓ, સ્થાનિક લોકો અને નોકરિયાત વર્ગ ને ફાયદો થાય. એ માટે મીની બસ સેવા શરૂ  જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકર વસાવા એ વાહન અને માર્ગ મકાન વિભાગ ના મંત્રી હર્ષ સંઘવી ને પત્ર લખી માંગણી કરી છે.

   જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઇ વસાવા એ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના દેડીયાપાડા અને સાગબારા યાલ મોવી પુલ તુટી જવાથી મોટા વાહનો અવર જવર કરવા પર પ્રતિબંધ છે. એટલે ડીયાપાડા અને સાગબારા તાલુકાના ભણતા વિદ્યાર્થીઓને માટે રાજપીપલા જવા માટે હાલમાં કોઈપણ જાતની વ્યવસ્થા નથી. દેડીયાપાડા થી વાયા નેત્રંગ વચ્ચે કરજણ નદી પર આવેલ પુલ પણ ભારે વાહન માટે બંધ છે. એટલે  મોટી બસો બંધ છે. ત્યાં થી પણ દેડીયાપાડા અને સાગબારા તાલુકાના વિદ્યાર્થીઓ નેત્રંગ,વાલીયા, અંકલેશ્વર અને ભરૂચ અભ્યાસ કરવા માટે કોઈપણ જાતની વ્યવસ્થા નથી. જી.આઈ.ડી.સી. માં રોજગારી મેળવનારા લોકોની પણ રોજી છીન્વાઈ ગઈ છે. રાજપીપલા અને ભરૂચ 108  જેવી ઈમરજન્સી આરોગ્ય જનક સુવિધાઓ ન હોવાને કારણે દર્દીઓને પણ આગળ મોકલી શકાતી નથી. જેથી નર્મદા( રાજપીપલા) અને ભરૂચ થી દેડીયાપાડા અને સાગબારા છૂટું પડી ગયું હોય એમ લાગે છે.એટલે ગુજરાત રાજ્ય થી છુટા પડેલા બન્ને તાલુકા માટે મીનીબસોની સુવિધા આપવા માટે મંત્રી હર્ષ સંઘવી ને રજૂઆત કરી છે

(10:44 PM IST)