News of Friday, 25th July 2025
જી.એમ.ઇ.આર. એસ જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે હિપેટાઇટિસ જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: અત્રેની જી.એમ.ઇ.આર. એસ જનરલ હોસ્પિટલ રાજપીપળા જી નર્મદા ખાતે વર્લ્ડ હિપેટાઇટિસ ડે ૨૮ જુલાઈની ઉજવણીના ભાગરૂપે હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ ,ART/ICTC સ્ટાફ તથા નર્સિંગ કોલેજ ના સ્ટુડન્ટ અને ટીચર ધ્વારા હિપેટાઇટિસ ડે જાગૃતિ અન્વયે હોસ્પિટલ કેમ્પસથી રેલી કાઢવામાં આવી હતી, ત્યારબાદ નર્સિંગ સ્ટુડન્ટ ધ્વારા રંગોળી સ્પર્ધા, પોસ્ટર પ્રદર્શન, ક્વિક સ્પર્ધા, તથા નાટક કરવામાં આવ્યા હતા, સદર કાર્યક્રમમાં હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો મનિષ મહેતા સર, RMO સંજયભાઈ, નયનભાઈ, ડો મેનાત, ડો કૃણાલ, ડો રિતેશ, ડો ચિંતન ,ડો ધવલ, DNS સ્મિતા મેડમ, વહીવટી અધિકારી નીતાબા, AHA ડો આકાંશા , શોએબભાઈ, ICN મહેશ મરાઠા , જાગૃતિ વસાવા ,ઓલ નર્સિંગ સ્ટાફ, ઇન્ચાર્જ,ART/ICTC સ્ટાફ,શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ, સરકારી નર્સિંગ કોલેજ,એકતા નર્સિંગ કોલેજના વિધાર્થીઓ તથા શિક્ષકોએ હાજરી આપેલ અને કાર્યક્રમને સફળ બનાવેલ, કાર્યક્રમમાં સહભાગી થનાર તથા વિજેતાને ટ્રોફી તથા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
