News of Friday, 25th July 2025
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પિંક રિક્ષા ચલાવતી બહેનો માટે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે પ્રવાસીઓ માટે મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતી પિંક રિક્ષા સેવાને વધુ સશક્ત અને સુરક્ષિત બનાવવા માટે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નર્મદા દ્વારા માર્ગ સલામતી અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પિંક રિક્ષા ચલાવતી બહેનોને ટ્રાફિકના નિયમો, વાહન ચલાવતી વખતે રાખવાની તકેદારીઓ, સીટબેલ્ટના ઉપયોગની અગત્યતા, ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલ ફોનના ઉપયોગના ગેરફાયદા તેમજ અકસ્માત નિવારણ માટેના પગલાં અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલા ડ્રાઈવરોમાં માર્ગ સલામતીની જાગૃતિ વધારવી, તેમને નિયમિત વાહન વ્યવહાર વ્યવસ્થાના ભાગરૂપે તાલીમ આપવી તથા ટ્રાફિક વ્યવસ્થામાં તેમની સલામત અને સશક્ત સહભાગી તરીકે સમાવેશ કરવાનો હતો. આ કાર્યક્રમ થકી અધિકારીઓએ બહેનોને પિંક રિક્ષા સેવાથી વ્યાવસાયિક સ્વાવલંબનમાં વધુ સક્રિય થવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
