<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

શ્રી રત્ન સિંહજી મહિડા કોમર્સ કોલેજ રાજપીપળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: શ્રી રત્ન સિંહજી મહિડા કોમર્સ કોલેજ રાજપીપળા ખાતે કોલેજના એનએસએસ એકમ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાનો તથા કોલેજ અને તેની આજુબાજુના વિસ્તાર ને હરિયાળો બનાવવાનો હતો આ કાર્યક્રમ નું આયોજન કોલેજના આચાર્ય તથા એનએસએસ એકમના પ્રોગ્રામ ઓફિસર ડો. હિતેશ ગાંધીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના શારીરિક  શિક્ષણના પ્રાદ્યાપક ડો.એલ.બી. ગોહિલે સંબોધન કરતા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે વૃક્ષારોપણ એ ફક્ત એક સેવા જ નહીં માનવતાની સાચી નિશાની છે, વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં કોલેજના પરિસરમાં આસોપાલવના છોડ રોપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો અને સંકલ્પ પણ કર્યો કે તેઓ નિયમિતપણે વાવેલા વૃક્ષોનો જતન અને સંભાળ લેતા રહેશે. આ ઉપરાંત કોલેજના આચાર્ય ડો. ગાંધીએ કેમ્પસમાં આવેલા વરસો જૂના ઓદૂંબર અને પીપળાના રક્ષણ માટે માનવ સાંકળ બનાવડાવી હતી.કાર્યક્રમમાં કોલેજના પ્રાધ્યાપકો ડો.લકીરાજસિંહ ગોહિલ, પ્રા ક્રિષ્નાબેન પટેલ તથા  પ્રા હાફિસ કુરેશી દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું,  કોલેજના વહીવટી કર્મચારીઓ અજયભાઈ, નટુભાઈ હીરાજભાઈ, તથા રાવજીભાઈ એ પણ ઉત્સવ પૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો કાર્યક્રમમાં એનએસએસ માં પ્રથમ અને દ્વિતીય વર્ષના 100 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો, કાર્યક્રમને અંતે એન એસ એસના પ્રોગ્રામ ઓફિસર ડો હિતેશ ગાંધી દ્વારા સૌનો આભાર માનવામાં આવ્યો તથા તેમણે જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો તથા પ્રકૃતિ પ્રત્યે ની લાગણી વિકસે છે. તેમણે આવા કાર્યક્રમોની આવશ્યકતા પર ભાર આપ્યો હતો.


 

(10:50 PM IST)