<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

મોટી સિંગલોટીથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે 52.15 લાખનો દારૂ સહિતનો મુદામાલ ઝડપી પાડ્યો

બહારની પોલીસે આટલો મોટો અંગ્રેજી દારૂનો જથ્થો પકડી પાડ્યો તો શું સ્થાનિક પોલીસ અજાણ હતી..?

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લામાં અંગ્રેજી દારૂ મોટા પ્રમાણ માં વેચાઈ છે એમ કહી શકાય કેમ કે બહારની પોલીસે અવાર નવાર દારૂનો મોટો જથ્થો ઝડપે છે તો સ્થાનિક પોલીસ હપ્તા ખાઇ છે કે ધંધાથી અજાણ છે એ સમજતું નથી, હાલમાં દેડિયાપાડા તાલુકાના મોટી સિંગલોટી ગામ પાસેથી સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમે લાખો રૂપિયાના દારૂ સહિતના મુદામાલ સાથે ચાર ને ઝડપી પાડ્યા હતા

    મળતી વિગતો અનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમે ગતરોજ દેડિયાપાડા તાલુકાના મોટી સિંગલોટી ફોરેસ્ટ ચેક પોસ્ટ પાસેથી છાપો મારી રૂ -31,71,194/- નો અંગ્રેજી દારૂ સાથે 4500 રૂપિયા રોકડા 5 નંગ મોબાઈલ કિંમત રૂપિયા 40,000 સાથે 2 નંગ વાહનો રૂપિયા 2 લાખ મળી કુલ રૂપિયા 52,15,694 ના મુદામાલ સાથે ચાર આરોપીઓ પૈકી (1) ઇન્દ્રજીત સત્યપ્રકાશ જાટ (આઇશર ડ્રાઇવર) (રહે-સોનેગર ગામ તા- -કારાવલી દી - આગ્રા, યુપી ) (2)રઈસ નવાઝ પઠાણ (આઈશર  ક્લીનર) (રહે- સોરાપાડા ગામ તા- અક્કલકુવા નંદુરબાર). (3) રમેશ ભીમશિંગ વસાવા(ઇકો કાર ડ્રાઇવર) (રહે. બજાર ફળિયું. તા- ડેડીયાપાડા જી.નર્મદા ) (4) આસિફ અશરફ મોગલ(ઇકો કારના માલિક) ( રહે.પારસી ટેકરા  તા- ડેડીયાપાડા જી. નર્મદા ) ને ઉપરોક્ત મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી છે.જ્યારે અન્ય પાંચ ને વોન્ટેડ જાહેર કરી કુલ નવ વિરુદ્ધ ગુનો દાખલ કરતા સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે.
બહાર ની પોલીસે દેડિયાપાડા તાલુકામાં ઘૂસી 52 લાખથી વધુ નો દારૂનો મુદામાલ ઝડપી પાડ્યા બાદ ડેડીયાપાડા પોલીસે તાલુકાના કોયલીવાવ બસ સ્ટેશન પાસે થી એક ફોર વ્હીલ ગાડી મળી કુલ રૂપિયા ૧૧,૮૮,૦૦૦ નો મુદામાલ ઝડપી એક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:53 PM IST)