News of Saturday, 26th July 2025
યંગ ઇન્ડિયા ગ્રુપે સોશિયલ એક્ટ કાર્યક્રમ ડ્રગ્સના દુષણથી દૂર રહેવાનો સંદેશ આપ્યોઃ અભિનેત્રી કોમલ ઠક્કરની ઉપસ્થિતિઃ પોસ્ટરો સાથે યુવાનોને જાગળત કરવાનો પ્રયાસ

વર્તમાન સમયમાં સમાજમાં ડ્રગ્સનું દુષણ વધી રહ્યું છે. ત્યારે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સોશિયલ એક્ટ કાર્યક્રમ યોજી યુવાનોને ડ્રગ્સના દુષણથી દૂર રહેવાનો સંદેશ આપ્યો હતો.
યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ સોશિયલ એક્ટ કાર્યક્રમ સ્કાય મોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંઘવી એન્ડ સન્સ મુવીના અભિનેત્રી કોમલ ઠક્કર પણ જોડાયા હતા. તેઓ એકમાત્ર ગુજરાતી અભિનેત્રી છે જેઓને કાન્સ ફેસ્ટિવલમાં જવાનો અવસર પ્રાપ્ત થયો હતો. તેઓએ યુવાનોને આવા દુષણોથી દૂર રહેવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં પોસ્ટરો દ્વારા યુવાનોને ડ્રગ્સના દુષણ અંગે જાગળત કરવાનો પ્રયાસ કરાયો હતો.
આ કાર્યક્રમમાં યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે હાલ ડ્રગ્સનું ગુજરાત આપણા રાજ્યમાં શહેરમાં ફેલાઈ રહ્યું છે. જો વહેલી તકે આ દુષણ સામે જાગળતિ લાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં તેના ભયાનક પરિણામો જોવા મળશે. એટલે આ ડ્રગ્સનું દુષણ અજગરી ભરડો લઈ યુવાનો અને તેના પરિવારોને વેર વિખેર કરે તે પહેલાં તેને નાથવા માટે તમામ જાગળત નાગરિકો અને સંસ્થાઓએ આગળ આવી જાગળતિ ફેલાવવી જરૂરી છે.
વધુમાં આ કાર્યક્રમ દરમિયાન અભિનેત્રી કોમલ ઠક્કરે સ્કાય મલ્ટીપ્લેક્સમાં સંઘવી એન્ડ સન્સના શોમાં હાજરી આપી હતી. આ વેળાએ તેઓ ગરબે પણ ઘૂમ્યા હતા.
તેઓએ લોકોનેં જણાવ્યું હતું કે આ મુવી આપણી ભારતીય સંસ્કળતિનેં ઉજાગર કરે છે, આપણા જીવનમાં પરિવારનું શું મહત્વ છે અને સયુંકત કુટુંબથી શું લાભ થતા હોય છે. તો વડીલો અને બાળકો સાથે મળીને આ મુવી અચૂક જોવું જોઈએ.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
