<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

રાહુલ ગાંધીનું ગુજરાતમાં આગમન:આણંદમા કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં પહોંચ્યા

ત્રણ દિવસ યોજાનાર પ્રશિક્ષણ શિબીરનો રાહુલ ગાંધીની હસ્તે પ્રારંભ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને આપશે માર્ગદર્શન:રાજ્યના ટોચના કોંગ્રેસી નેતાઓની હાજરી

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા. 26 આણંદ ખાતે આજથી પ્રારંભ થયેલ કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો.

ગુજરાત કોંગ્રેસમાં અગાઉ જિલ્લા પ્રમુખો અને ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની વરણી બાદ રાહુલ ગાંધી આજે ગુજરાત આવી પહોંચ્યા છે વડોદરા એરપોર્ટ પર આગમન બાદ તેઓ આણંદ ખાતે પહોંચી ગયા છે ત્યાં તેમણે શિબિરનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો.

26 થી 28 સુધી ચાલનાર આ પ્રશિક્ષણ શિબિરમાં રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહી આગેવાનોને માર્ગદર્શન આપશે.

આજુ રાહુલ ગાંધીએ શિબિરમાં માર્ગદર્શન અને હાજરી આપ્યા બાદ બપોરે ત્રણ વાગે ગુજરાતના દૂધ સંઘો સાથે જોડાયેલા સભાસદો સાથે પણ આણંદ ખાતે એક બેઠકમાં ભાગ લેશે પ્રદેશ અધ્યક્ષ તરીકે અમિત ચાવડાની વરણી થયા બાદ રાહુલ ગાંધી આજે ગુજરાત આવ્યા હોય કોંગ્રેસી આગેવાનોમાં પણ ઉત્સાહ જોવા મળે છે.

આ અંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે પાર્ટી 2025 ને સંગઠનાત્મક વર્ષ તરીકે ઉજવી રહી છે જેના ભાગરૂપે આણંદમાં આ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે રાહુલ ગાંધીની હાજરીથી કાર્યકરોમાં જુસ્સો વધ્યો છે.

ઉલ્લેખની છે કે આ અગાઉ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના કેટલાક આગેવાનો ભાજપ સાથે ભળેલા હોય અને ભાજપ સાથેની આવા આગેવાનોની સાત ગાંઠથી કોંગ્રેસને નીચા જોણું થાય છે ત્યારે હવે આવા આગેવાનોનું કોંગ્રેસમાં કોઈ જ સ્થાન નહીં જોવા મળે.

(11:22 AM IST)