<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

વડોદરાના પાદરાના વડું ગામે બોગસ તબીબ ઝડપાયો : મેડિકલ ડિગ્રી વગર ખાનગી દવાખાનું ચલાવતો હતો

એલોપેથિક અને હોમિયોપેથિક દવાઓનો જથ્થો કબજે કરાયો: ઉપકરણો જપ્ત

વડોદરા: પાદરાના વડું ગામે બોગસ તબીબ ઝડપાયો છે ઝડપાયેલો  આરોપી મેડિકલ ડિગ્રી વગર ખાનગી દવાખાનું ચલાવતો હતો. આરોગ્ય વિભાગ અને પોલીસે દવાખાનામાં દરોડા પાડ્યાં હતા આ બોગસ તબીબ . ગંભીર બીમારીઓની પણ સારવાર કરતો હોવાનો ખુલાસો થયો છે. દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાની ફરિયાદ મળી હતી. એલોપેથિક અને હોમિયોપેથિક દવાઓનો જથ્થો કબજે કરાયો છે સાથોસાથ  દવાઓ તથા મેડિકલ ઉપકરણો જપ્ત કરાયા છે

(2:02 PM IST)