<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

કોંગ્રેસની ઘોર મોટા નેતાઓએ ખોદી નાંખી!

રાહુલ ગાંધીને મળીને કોંગ્રેસના કાર્યકર્તાએ બળાપો કાઢયો : લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે... વડોદરા એરપોર્ટ પર કરાયું સ્‍વાગત... આણંદમાં કોંગ્રેસના નવા શહેર અને જિલ્લા પ્રમુખોને આપશે માર્ગદર્શન.. તો પશુપાલકો સાથે પણ કરશે સંવાદ...

વડોદરા તા.૨૬: લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ૨૬ જુલાઈએ ગુજરાતના -વાસે આવી પહોંચ્‍યા છે. ત્‍યારે વડોદરા એરપોર્ટ પર રાહુલ ગાંધીને મળ્‍યા હતા. જેણે રાહુલ ગાંધી સામે બળાપો કાઢયો હતો. આ મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે, હું તમને મળવા બોલાવીશ.

કોંગ્રેસ કાર્યકર મિતેશ પરમાર વડોદરા એરપોર્ટ પર રાહુલ ગાંધીને મળ્‍યા હતા. મિતેશ પરમારે રાહુલ ગાંધીને પોતાનું કાર્ડ આપ્‍યું હતુ. ત્‍યારે રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકરને જવાબ આપતા કહ્યું કે, હું તમને મળવા બોલાવીશ.

આ મુદ્દે મિતેશ પરમારે કહ્યું કે, ગુજરાતમાં મહેનત કરતા ગરીબ કાર્યકરોને ટિકિટ નથી આપવામાં આવતી. બિલ્‍ડરો, અમીરોને જ ટિકિટ આપવામાં આવે છે. ગુજરાતમાં ૧૫ વર્ષ પહેલા જ કોંગ્રેસના મુખ્‍યમંત્રી બની ગયા હોત. પરંતું રાહુલ ગાંધી હવે અમારા જેવા ગરીબ કાર્યકરોને ન્‍યાય અપાવશે. કોંગ્રેસની ઘોર મોટા નેતાઓએ ખોદી નાંખી છે. આમ, મિતેશ પરમારની વાત સાંભળીને રાહુલ ગાધીએ તેમને મળવા બોલાવાનું કહ્યું હતું.

ગુજરાત કોંગ્રેસે તાજેતરમાં નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી છે, જેનો ઉદ્દેશ્‍ય પાયાના સ્‍તરે પહોંચને મજબૂત બનાવવાનો છે. રાહુલ ગાંધી ૨૬ થી ૨૮ જુલાઈ દરમિયાન આણંદમાં યોજાનાર ત્રણ દિવસીય તાલીમ શિબિરનું ઉદ્ધાટન કરશે. અમિત ચાવડાના જણાવ્‍યા અનુસાર, આગામી અઢી વર્ષ માટે પાર્ટીનો રોડમેપ આ શિબિર દરમિયાન નક્કી કરવામાં આવશે.

તાલીમ સત્ર પછી, રાહુલ ગાંધી બપોરે ૩ વાગ્‍યે આણંદના ગિટોડિયામાં બંધન પાર્ટી પ્‍લોટ ખાતે ડેરી યુનિયનના સભ્‍યો સાથે બેઠક કરશે. અહીં, તેઓ તેમની સમસ્‍યાઓ વિશે સાંભળશે

(3:52 PM IST)