તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th July 2025
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મદદનીશ શિક્ષકની ભરતી : આઠ ઓગસ્ટ પહેલા કરો અરજી
જાણો શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની બધી જ માહિતી

અમદાવાદ :ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે વધુ એક નોકરીની તક આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા સામાન્ય ન્યાય અને અધિકારીતા વિભાગના નિયામક સમાજ સુરક્ષા ખાતા હસ્તકની મદદનીશ શિક્ષક (મુકબધિર બાળકોની શાળા માટે) ભરતી બહાર પાડી છે. આ પોસ્ટની કૂલ 7 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે
ઓજસ નવી ભરતી 2025 અંતર્ગત મદદનીશ શિક્ષક પોસ્ટની મહત્વની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની જાણો બધી જ માહિતી

સરકાર માન્ય યુનિવર્સિટીઓમાંથી મેળવેલ વિશેષ બી.એડ. (શ્રવણ ક્ષતિગ્રસ્ત) ડિગ્રી અથવા માન્યતા પ્રાપ્ત વિશેષ શિક્ષણ (શ્રવણ ક્ષતિગ્રસ્ત) માં ડિપ્લોમાની ડિગ્રી હોવી જોઈએ.
ઉમેદવારની ઉંમરની વાત કરીએ ત અરજી કરવાની છેલ્લી તારીખ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹40,800 પ્રતિ માસ ફિક્સ પગાર મળશે. પાંચ વર્ષ બાદ સંતોષકારક કામગીરી જણાતા સાતમા પગાર પંચ લેવલ-5 પ્રમાણે ₹29,200થી ₹92,300 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવા પાત્ર થશે.
અરજી કેવી રીતે કરવી
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
- ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
- અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
- જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
- ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી

(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
