તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th July 2025
સનાથલ ટોલનાકા પાસે ગેરકાયદે ગેસ રીફીલીંગનું કૌભાંડ ઝડપાયું
ગેસ રિફીલીંગના સાધનો-૨૪૧ ગેસ સિલિન્ડર જપ્ત કરાયાઃપોલીસ ઇન્સપેક્ટર એ એસ ગોહિલ અને મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર પી વી દેસાઇએ સ્ટાફ સાથે દરોડો પાડયો હતો

અમદાવાદ,તા.૨૬
શહેરના એસ જી હાઇવે સનાથલ ટોલનાકા પાસે સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓ દરોડો પાડીને ગેરકાયદે ગેસ રીફીલીંગનું મોટુ કૌભાંડ ઝડપીને કોમર્શીયલ અને ડોમેસ્ટીક વપરાશના ૨૪૧ જેટલા ગેસ સિલિન્ડર સહિત ગેસ રીફીલીંગ કરવા માટેના સાધનો પણ જપ્ત કરીને બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.
સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓને બાતમી મળી હતી કે એસ જી હાઇવે પર સનાથલ ટોલનાકા પાસે ખુલ્લા પ્લોટમાં બનાવેલા એક શેડમાં ગેરકાયદે ગેસ ગેસ સિલિન્ડર રીફીલીંગનું કૌભાંડ ચાલે છે.
જેેના આધારે પોલીસ ઇન્સપેક્ટર એ એસ ગોહિલ અને મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર પી વી દેસાઇએ સ્ટાફ સાથે દરોડો પાડયો હતો. જેમાં તપાસ કરતા ગેસ સિલિન્ડરમાંથી ખાલી ગેસ સિલિન્ડરમાં ગેસ ભરી રહેલા બે શખ્સો મળી આવ્યા હતા. જેમાં ભારત ગેસ અને ઇન્ડેનના કોમર્શીયલ અને ડોમેસ્ટીક કુલ ૨૪૧ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા.
સ્થળ પર રહેલા રાજેશ પરમાર (રહે. સંત રોહીદાસની ચાલી, બહેરામપુરા) અને હરજી પરમાર (રહે. રાજીવનગર-૨, નારોલ) નામના વ્યક્તિની પુછપરછમા ંજાણવા મળ્યું હતું કે ગેસ એજન્સીઓમાં કામ કરતા લોકો પાસેથી ગેસ સિલિન્ડર લાવીને તેનું સીલ તોડીને તેમાંથી બે થી ત્રણ કિલો ગેસ કાઢીને અન્ય ગેસ સિલિન્ડરમાં ભર્યા બાદ સીલને ફરીથી લગાવીને પરત કરતા હતા. આ ઉપરાંત, હોટલો અને અન્ય સ્થળો પણ ગેરકાયદે સપ્લાય કરતા હતા. આ અંગે એસજીઓએ વધુ તપાસ શરૃ કરી છે.
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
