તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th July 2025
અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઈવે પર ગેસ રિફિલિંગનું મોટું કૌભાંડ ઝડપાયું : SOGએ ૨.૯૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
સનાથલ ટોલનાકા નજીક પતરાના ગોડાઉનમાંથી ૨૪૧ ગેસ સિલિન્ડરો સાથે બે આરોપીઓની ધરપકડ : ઘરેલુ ગેસની ચોરી કરી કોમર્શિયલ ઉપયોગ માટે વેચાણ કરાતું હતું

અમદાવાદ : અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઈવે પર સનાથલ ટોલનાકા નજીક આવેલા એક ખુલ્લા પ્લોટમાં પતરાના ગોડાઉનમાં ચાલી રહેલા ગેસ રિફિલિંગના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ) ની ટીમે બાતમીના આધારે દરોડા પાડી આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો.
એસઓજીનો દરોડો: ગુનાહિત પ્રવૃત્તિનો પર્દાફાશ અને આરોપીઓની ધરપકડ
મળતી માહિતી મુજબ, આરોપીઓ ઘરેલુ ગેસ સિલિન્ડરોમાંથી ગેસની ચોરી કરીને તેને કોમર્શિયલ સિલિન્ડરોમાં રિફિલ કરતા હતા અને ત્યારબાદ ઊંચા ભાવે બજારમાં વેચતા હતા. આ કૌભાંડને અંજામ આપવા માટે આરોપીઓએ આખું એક ગોડાઉન ભાડે રાખ્યું હતું.
એસઓજીના દરોડા દરમિયાન, ગોડાઉનમાંથી ૨૪૧ ગેસ સિલિન્ડરો (જેમાં ભારત ગેસ અને ઇન્ડેન કંપનીના સિલિન્ડરોનો સમાવેશ થાય છે) સહિત રૂપિયા ૨.૯૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ગેસ રિફિલિંગ માટે વપરાતી નોઝલ, વજન કાંટો, હીટ એર ગન અને સેફ્ટી સીલ જેવા સાધનો પણ કબજે કરવામાં આવ્યા હતા.
SOG એ આ કેસમાં બે આરોપીઓ, રાજેશ પરમાર અને હરજીભાઈ પરમાર ની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ કોઈપણ પરવાના કે લાઇસન્સ વિના બિનઅધિકૃત રીતે આ ગેરકાયદેસર ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા. આ કૌભાંડથી સરકારી તિજોરીને નુકસાન થવા ઉપરાંત, સુરક્ષાનો પણ ગંભીર ભંગ થતો હતો, કારણ કે આવા બિનઅધિકૃત રિફિલિંગ સ્થળોએ અકસ્માતનો મોટો ખતરો રહેલો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
