તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th July 2025
નાંદોદ તાલુકાના નાવરા ગામમાંથી પોલીસે 3.80 લાખના દારૂ સહિતનો મુદામાલ ઝડપી પાડ્યો
ભારતીય બનાવટનો વિદેશી દારૂ જથ્થો નાની મોટી બોટલો તથા ટીન બીયર મળી કુલ નંગ-૧,૨૩૮ કિ.રૂા.૩,૭૦૩૦૯ નો દારૂ જપ્ત

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાવરા ગામમાંથી આમલેથા પોલીસે અંગ્રેજી દારૂ ઝડપી પાડ્યો હતો
મળતી માહિતી અનુસાર આમલેથા પોલીસે બાતમીના આધારે નાવરા ગામમાં છાપો મારતા ત્યાંથી (૧) ભાવેશ અશોકભાઇ રાવળ તેમજ (૨) વિશાલ અંબાલાલ રાવળ (બંને રહે. નાવરા, તા.નાંદોદ જી.નર્મદા) નાઓએ પોતાના ઘરોમાં ગે.કા.વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જથ્થો નાની મોટી બોટલો તથા ટીન બીયર મળી કુલ નંગ-૧,૨૩૮ કિ.રૂા.૩,૭૦૩૦૯ તથા અંગ ઝડતીમાં મોબાઇલ નંગ.૦૨ કિ.રૂા.૧૦,૦૦૦- એમ કુલ કિ.રૂા.૩,૮૦,૩૦૯ નો મુદ્દામાલ સાથે બંને ને ઝડપી પાડ્યા હતા જ્યારે (૩) અરવિંદભાઇ જશુભાઇ વસાવા(રહે.નાવરા, નવી વસાહત તા.નાંદોદ જી.નર્મદા) નાઓ હાજર નહી મળી આવતા આમલેથા પોલીસે મુદામાલ જપ્ત કરી ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
