<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

કેમ રમશે ગુજરાત ? : બનાસકાંઠાના 106 વ્યાયામ શિક્ષકો પૈકી માત્ર 35 કે 40 શિક્ષકો જ રમતગમતનું આયોજન કરે છે

જો 70 શિક્ષકો રમત ગમતના પ્રોગ્રામોનું સંચાલન ના કરે તો જિલ્લાના બાળકો પોતાનું કૌશલ્ય કેવી રીતે બતાવી શકશે.

બનાસકાંઠામાં બાળકોમાં ખેલ કૌશલ્યનો વિકાસ થાય તે માટે રમતોનું આયોજન થાય છે. જોકે જિલ્લામાં હાલ માત્ર 106 વ્યાયમ શિક્ષકો ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. તેમાંથી માત્ર 35થી 40 વ્યાયામ શિક્ષકો જ આ રમત ગમતોમાં સંચાલન કરતા હોય છે. ત્યારે બનાસકાંઠામાં બાળકોને રમતગમત માટે પૂરતા શિક્ષકો ના હોવાના કારણે પણ ઘણા બાળકો રમત ગમત વિના પોતાનું કૌશલ્ય બતાવી શકતા નથી. ત્યારે 106 શિક્ષકોમાંથી અમુક શિક્ષકો જ સંચાલન કરે છે. તો બાકીના શિક્ષકો સંચાલન કેમ કરતા નથી તેના ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ઉપક્રમે દર વર્ષે એસ જી એફ આઈ એટલે કે શાળાકીય રમતોનું આયોજન કરવામાં આવે છે. આ રમતોના આયોજન પાછળ ઉદ્દેશ એ રાખવામાં આવ્યો છે કે બાળકોમાં ખેલ કૌશલ્યનો વિકાસ થાય પરંતુ બનાસકાંઠા જિલ્લામાં ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે જિલ્લામાં ફરજ બજાવતા 106 વ્યાયામ શિક્ષકો પૈકી માત્ર 35 કે 40 શિક્ષકો જ આવા આયોજનમાં રસ દાખવે છે. તો બીજી તરફ 70 કરતાં વધુ શિક્ષકો  શાળાકીય રમતોના આયોજનમાં કેમ સામેલ થતા નથી. 70 શિક્ષકોને રમતગમત સંચાલનમાં સામેલ કરવામાં આવતા નથી કે તેઓ આ રમતગમતથી દૂર રહે છે તે પણ એક મોટો સવાલ છે જિલ્લામાં 106 વ્યાયામ શિક્ષકો હોવાનું સામે આવ્યું છે પરંતુ તેમાંથી પણ જો 70 શિક્ષકો રમત ગમતના પ્રોગ્રામોનું સંચાલન ના કરે તો જિલ્લાના બાળકો પોતાનું કૌશલ્ય કેવી રીતે બતાવી શકશે.

રમત-ગમત કચેરીના ડેટા અનુસાર દર વર્ષે આ સ્થિતિમાં એકના એક શિક્ષકોને કન્વીનર બનાવવા પડે છે. સરકાર દ્વારા ખેલ કૌશલ્યના વિકાસ માટે આવી રમતોનું આયોજન કરવામાં આવે છે. પણ જિલ્લામાં ફરજ બજાવતા અન્ય વ્યાયામ શિક્ષક ગ્રાઉન્ડ તૈયાર કરવા સુધીની પણ તસ્દી ન લેતા એકના એક શિક્ષકોને કન્વીનર બનવું પડતું હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. જો કે એક્ટિવ શિક્ષક કન્વીનર તો બની જાય છે પણ અન્ય નિષ્ક્રિય વ્યાયામ શિક્ષકો ગ્રાઉન્ડ તૈયાર કરવા જેવી પ્રાથમિક બાબતમાં પણ રસ નહીં દાખવતા એસ જી એફ આઈ રમતના આયોજન પાછળનો સરકારનો ઉદ્દેશ્ય પરિપૂર્ણ નથી થઈ શકતો એ એક હકીકત છે. બનાસકાંઠા જિલ્લામાં અંદાજે 1200થી વધુ પ્રાથમિક શાળાઓ આવેલ છે અને 300થી વધુ માધ્યમિક શાળાઓ આવેલી છે. ત્યારે વ્યાયામ શિક્ષકોના ડેટા પ્રમાણે 106 વ્યાયામ શિક્ષકો સામે બાળકોને રમત ગમતમાં તૈયાર કરવા માટેની જવાબદારી વધી જતી હોય છે. જોકે વ્યાયામના અમુક શિક્ષકો સંચાલનની જવાબદારી લેતા નથી અને જેના કારણે દર વર્ષે એકના એક શિક્ષકોને સંચાલનની જવાબદારી આપવામાં આવતી હોય છે. ત્યારે આવું દર વર્ષે કેમ બને છે અને અન્ય શિક્ષકો કેમ કામગીરી કરતા નથી તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.

(11:49 PM IST)