<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th July 2025

સાવધાન! : સુરતમાં ડુપ્લીકેટ મેગી અને એવરેસ્ટ મસાલા બનાવતી ફેક્ટરી ઝડપાઈ! પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, સ્પેશ્યલ કમિશનર વાબાંગ જામીર, અને નાયબ કમિશનર ચિરાગ પટેલના માર્ગદર્શનમાં ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઈની ટીમને મોટી સફળતા!

₹૨૪.૭૧ લાખનો મુદ્દામાલ જપ્ત : ત્રણ મશીન, પેકેજિંગ મશીન સહિતની વસ્તુઓ મળી આવી : પાંચ આરોપીઓ પકડાયા : એક વોન્ટેડ જાહેર : ગુણવત્તા સાથે ચેડા કરનારાઓ પર સકંજો!

સુરત : સુરત શહેરમાં ખાણી-પીણીની વસ્તુઓમાં ભેળસેળ અને નકલી ઉત્પાદન કરનારાઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, ખાસ પોલીસ કમિશનર વાબાંગ જામીર (સેક્ટર-૧), અને I/C નાયબ પોલીસ કમિશનર ઝોન-૦૨ ચિરાગ પટેલના માર્ગદર્શન હેઠળ, ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઈની ટીમે એક મોટી સફળતા મેળવી છે. ઉધનામાં એક ફેક્ટરીમાંથી ડુપ્લીકેટ મેગી મસાલા અને એવરેસ્ટ મસાલા બનાવવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં ₹૨૪,૭૧,૦૦૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી વોન્ટેડ જાહેર કરાયો છે.
ઝોન-૦૨ એલ.સી.બી. અને ઉધના સર્વેલન્સ ટીમની સંયુક્ત કાર્યવાહી: આરોગ્ય સાથે ચેડા કરનારાઓની સાણસામાં, નકલી ઉત્પાદનના મૂળ સુધી પહોંચવાના પ્રયાસો
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ ગેરકાયદેસર ડુપ્લીકેટ વસ્તુઓ બનાવીને ભેળસેળ કરનારા ઇસમોને પકડી પાડવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના અનુસંધાને, ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઈના માર્ગદર્શન હેઠળ, સર્વેલન્સ પો.સ.ઇ. એમ.કે. ઇશરાણીના નેતૃત્વમાં એ.એસ.આઇ. પ્રદીપભાઈ જગદંબાપ્રસાદ અને એ.એસ.આઇ. જનકસિંગ ભગવાનસિંગ (ઝોન-૦૨ એલ.સી.બી. સુરત શહેર) ની સંયુક્ત બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી.
ઉધના સેવા હોસ્પિટલની ગલીમાં આવેલા ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર ૨૧, પહેલા માળે, એવરેસ્ટ કંપનીના ચિકન મસાલા અને મેગી મસાલાના ભેળસેળયુક્ત મસાલા બનાવનારાઓની ફેક્ટરી પર દરોડો પાડવામાં આવ્યો હતો.
ઝડપાયેલા આરોપીઓ:
૧. વિનોદદાસ રાજેંદ્રદાસ દાસ: ઉંમર-૩૮, ધંધો-મજુરી, રહેવાસી-ખાતા નં-૨૧, પહેલા માળે, ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, દક્ષેશ્વર ત્રણ રસ્તા પાસે, ઉધના, સુરત. મૂળવતન-તુર્કીમોડગામ, તા-ચાન્દન, જી-બાંકા (બિહાર).
૨. વિનોદદાસ પુનાદાસ: ઉંમર-૨૮, ધંધો-મજુરી, રહેવાસી-ખાતા નં-૨૧, પહેલા માળે, ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, દક્ષેશ્વર ત્રણ રસ્તા પાસે, ઉધના, સુરત. મૂળવતન-બોગૈયા ગામ, તા-ચાન્દન, જી-બાંકા (બિહાર).
૩. કૈલ્લુ જેઠા મુર્મ: ઉંમર-૨૧, ધંધો-મજુરી, રહેવાસી-ખાતા નં-૨૧, પહેલા માળે, ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, દક્ષેશ્વર ત્રણ રસ્તા પાસે, ઉધના, સુરત. મૂળવતન-આડ્ડાદુરા, તા-ચાન્દન, જી-બાંકા (બિહાર).
૪. સુરેન્દ્રકુમાર કાલુદાસ: ઉંમર-૨૩, ધંધો-મજુરી, રહેવાસી-ખાતા નં-૨૧, પહેલા માળે, ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, દક્ષેશ્વર ત્રણ રસ્તા પાસે, ઉધના, સુરત. મૂળવતન-ઘસવાગામ, તા-કટુડીયા, જી-બાંદા (બિહાર).
૫. સુનિલ રામેશ્વરભાઈ સોની: ઉંમર-૪૦, ધંધો-કાપડ દલાલી, રહેવાસી-મકાન નં-૦૫, ગાયત્રીટાઉન શોપ, પરવત પાટીયા, ડુમ્ભાલ, સુરત શહેર. મૂળવતન-અસીમીલ ગામ, બમ્બોર રોડ, થાણા-બાલેસ, જી-જોધપુર (રાજસ્થાન).
ઉધના પોલીસ સ્ટેશન B ગુના રજીસ્ટર નંબર-૧૧૨૧૦૦૪૭૨૫૧૪૨૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૭૪ મુજબ તથા ધ કોપીરાઈટ એક્ટ ૧૯૫૭ ની કલમ-૫૧, ૬૩, ૬૪ તથા ટ્રેડ માર્ક એક્ટ, ૧૯૯૯ ની કલમ-૧૦૩, ૧૦૪ મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વોન્ટેડ આરોપી:
 * અનિલ ગુમાનસિંઘ ગોયલ, રહે. રામદેવ ઝંડે વાળી ગલી, કબૂતરોના ચોક, જોધપુર, રાજસ્થાન.
જપ્ત કરાયેલ મુદ્દામાલ (કુલ કિંમત ₹૨૪,૭૧,૦૦૦/-):
૧. મસાલા પેકિંગ કરવાના મશીન: નંગ-૩ (કિંમત ₹૩,૦૦,૦૦૦/-)
૨. ઇલેક્ટ્રિક વજન કાંટા: નંગ-૧ (કિંમત ₹૩૦,૦૦૦/-)
૩. કોમ્પ્રેસર મશીન: નંગ-૧ (કિંમત ₹૫૦,૦૦૦/-)
૪. પેકેજિંગ પંચિંગ મશીન: નંગ-૧ (કિંમત ₹૨,૫૦૦/-)
૫. એવરેસ્ટ કંપનીના મસાલાના કાર્ટૂન: નંગ-૩૨ (કિંમત ₹૭,૬૮,૦૦૦/-)
૬. મેગી કંપનીના મસાલાના કાર્ટૂન: નંગ-૨૫ (કિંમત ₹૯,૬૦,૦૦૦/-)
૭. ખાલી કાર્ટૂન: નંગ-૬૫૦ (કિંમત ₹૬,૫૦૦/-)
૮. મોટા ખાલી કાર્ટૂન: નંગ-૧૦૦ (કિંમત ₹૫,૦૦૦/-)
૯. અલગ-અલગ માપના માપિયા: નંગ-૨૨ (કિંમત ₹૨૨,૦૦૦/-)
૧૦. એવરેસ્ટ કંપનીના રોલ: નંગ-૫૪ (કિંમત ₹૦૦/-)
૧૧. એવરેસ્ટ કંપનીના પૂઠાના હેંગર: નંગ-૪૨,૫૦૦ (કિંમત ₹૦૦/-)
૧૨. મેગી મસાલા રોલ: નંગ-૦૨ (કિંમત ₹૦૦/-)
૧૩. મોટી સેલોટેપ: નંગ-૫૦૦ (કિંમત ₹૨૫,૦૦૦/-)
૧૪. છૂટક મસાલાની ૫૦ કિલોની બોરી: નંગ-૧૫ (કિંમત ₹૩,૦૦,૦૦૦/-)
૧૫. મીઠું ૫૦ કિલોની બોરી: નંગ-૪ (કિંમત ₹૨,૦૦૦/-)
૧૬. કાર્ટૂન બાંધવાની પ્લાસ્ટિકની પટ્ટી: નંગ-૧૦ (કિંમત ₹૦૦/-)
આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઈના માર્ગદર્શન હેઠળ તથા સર્વેલન્સ પો.સ.ઇ. એમ.કે. ઇશરાણીના નેતૃત્વમાં એ.એસ.આઇ. પ્રદીપભાઈ જગદંબાપ્રસાદ, એ.એસ.આઇ. નરેશભાઈ હોશીયારસિંગ, એ.એસ.આઇ. જનકભાઈ ભગવાનભાઈ, અ.હે.કો. મનીષભાઈ હમીરભાઈ (બ.નં. ૩૩૮, નોકરી એલ.સી.બી ઝોન-૨ સુરત શહેર) તથા એ.એસ.આઇ. શ્રાવણકુમાર માનબહાદુરસિંગ, અ.હે.કો. ચિરાગભાઈ પિતામ્બરભાઈ, અ.પો.કો. ભાવેશભાઈ દુલાભાઈ તથા અ.પો.કો. નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ (નોકરી ઉધના પોલીસ સ્ટેશન) દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.

 

(3:00 PM IST)