<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th July 2025

બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ:અનેક વિસ્તાર જળબંબાકાર :વડગામ પંથકમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો: ખેતરો બેટમાં ફેરવાયા

ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાન થવાની ભિતી છે. ખેડૂતોની સરકાર પાસે વળતરની માગ કરી

બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. વડગામ પંથકમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાન થવાની ભિતી છે. ખેડૂતોની સરકાર પાસે વળતરની માગ કરી છે.

 

હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે છાપી વિસ્તારમાં 3 કાચા મકાન ધરાશાયી થયા હતા. પાણી ભરાવવાના લીધે મકાન ધરાશાયી થતાં લોકોને મોટું નુકસાન થયું છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી દાંતીવાડાના સાથસણ ગામે ચેકડેમ ઓવરફ્લો થયો છે. ચેકડેમ ઓવરફ્લો થતા લોકોના ખેતરોમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદને કારણે ખેતીના પાકને ભારે નુકસાન થવાની ભૂતિ ખેડૂતોને સેવાઇ રહી છે. 

 

વડગામ પંથકમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેરઠેર પાણી ભરાયા છે અનેક ગામડાઓને જોડતા રસ્તાઓ બંધ થયા છે તો અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે તો વડગામ પંથકમાં ભારે વરસાદના કારણે અનેક ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોની હાલત કફોડી બની છે.ખેતરો જળબંબાકાર થઈ જતા ખેતરોમાં વાવેતર કરેલ મગફળી, બાજરી સહિતનો પાક પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે જેથી ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.

 

પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ઢીંચણસમાં પાણી ભરાયા. હાઈવેની બંને તરફ પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતા. પાલનપુર અમદાવાદ સ્ટેટ હાઇવે પર 20 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થવા પામ્યો છે. હાઇવે પર પાણી ભરાતા વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો છે.  ઉપરવાસમાં ભારે વરસાદથી ધાનેરાની રેલ નદીમાં પાણી આવ્યા ચાલુ વર્ષે છઠ્ઠી વાર સૂકી ભટ્ટ રેલ નદીમાં નવું પાણી આવ્યું.રેલ નદીમાં વારંવાર પાણી આવતા જગતનો તાત ખુશ ખુશાલ થયો હતો. રવિયા નજીક કોઝવે પરથી પાણી ફરી વળતા 25 ગામનો વાહન વ્યવહાર ઠપ્પ થયો. કોઝવે પર પાણી ફરી વળતા પશુપાલકો, સ્થાનિકને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 

(7:22 PM IST)