<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th July 2025

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના પાવન આશીર્વાદ લેતા ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક ( (DGP)વિકાસ સહાય અને પરિવાર

શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું રાજોપચારપૂર્વક પૂજન કર્યું અને દિવ્ય સંધ્યા આરતીમાં ભક્તિભાવપૂર્વક ઉપસ્થિત રહ્યા

રાજકોટ તા.૨૭

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના પાવન દર્શન કરવા માટે ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP)  વિકાસ સહાય  પરિવાર સાથે આજે પવિત્ર સાળંગપુરધામ પધાર્યા હતા અને વિશ્વવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના પાવન દર્શનનો લાભ લીધો હતો.

સાંજે ૫:૩૦ વાગ્યે તેમણે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું રાજોપચારપૂર્વક પૂજન કર્યું અને દિવ્ય સંધ્યા આરતીમાં ભક્તિભાવપૂર્વક ઉપસ્થિત રહ્યા.

આ પાવન અવસરે સાળંગપુરધામના કોઠારી પૂ. વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)એ શ્રી વિકાસભાઈ સહાયને “કિંગ ઑફ સાળંગપુર”ની અલૌકિક પ્રતિમા, રક્ષા પોટલી તથા તલવાર ભેટ રૂપે અર્પણ કરીને શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.

DGP  વિકાસ સહાય મંદિરની વ્યવસ્થા, આધ્યાત્મિક શાંતિ અને સદ્ગુરુ ભક્તિની ઊંડાણ વિષે આનંદ વ્યક્ત કર્યો હતો તથા ધામ પ્રત્યે શ્રદ્ધાભાવ પ્રગટાવ્યો હતો.

(10:11 PM IST)