તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th July 2025
શ્રાવણ મહિનાથી મેઘરાજાની તોફાની ઈનિંગ :આગામી 5 દિવસ ભારે વરસાદની ચેતવણી
બંગાળની ખાડીમાં બની રહેલા નવા લો પ્રેશરના કારણે રાજ્યમાં ફરીથી વરસાદનો તોફાની રાઉન્ડ શરૂ:રાજ્યના 177 જેટલા તાલુકાઓમાં મેઘાની મહેર થઇ

અમદાવાદ :રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઇ ચૂક્યો છે.. રાજ્યના પોણા બસ્સોથી વધુ તાલુકાઓમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ આ મેઘ મહેર યથાવત રહેવાની આગાહી છે મોટાભાગના સ્થળોએ સોમવારે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે જયારે મંગળવારે મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે અને બુધવારે રાજ્યના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી થઇ છે ગુરુવારે રાજ્યના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે શુક્રવારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ઉ.ગુજરાત, મધ્ય ગુજરાત અને દ.ગુજરાતમાં ગાજવીજ મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
