<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th July 2025

દારૂબંધીના ફરી ધજાગરા ઉડ્યા : અમદાવાદમાં દારૂની હોમ ડિલિવરી કરતી ગેંગ પકડાઈ:બે આરોપીની ધરપકડ કરાઇ

કારમાંથી દિલ્હીથી પાર્સલ મારફતે મંગાવેલો પ્રીમિયમ દારૂ મળ્યો :પોલીસે ગ્લેનલીવેટ, બ્લેન્ડ, બેલરટાઇન જેવી મોંઘી બ્રાન્ડની 69 બોટલ જપ્ત કરી

અમદાવાદમાં દારૂની હોમ ડિલિવરી કરતી ગેંગ પકડાઈ છે. આ મામલે દીપ ભાવેશ ખોરસીયા અને નાનજીભાઈ રબારી નામના બે શખ્સોની ધરપકડ કરાઇ છે  

બન્ને શાહીબાગથી કારમાં દારૂની બોટલનું પાર્સલ લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે બન્ને બુટલેગરોને શેલા એપલવુડ નજીકથી ઝડપી લેવાયા હતા

કારમાંથી દિલ્હીથી પાર્સલ મારફતે મંગાવેલો પ્રીમિયમ દારૂ મળી આવ્યો હતો. પોલીસે તેમની પાસેથી ગ્લેનલીવેટ, બ્લેન્ડ, બેલરટાઇન જેવી મોંઘી બ્રાન્ડની 69 બોટલ જપ્ત કરી હતી.

સિંધુ ભવન રોડ પરના લેશ ગ્રીન પાર્ટી પ્લોટ પાસે પોલીસે તેમને ઝડપી લીધા હતા. બન્ને બૂટલેગર ઑનલાઇન ઓર્ડર લઇને હોમ ડિલિવરી કરતા હતા. પોલીસે તેમની પાસેથી અંદાજે ₹3 લાખ અને કાર મળીને કુલ 8.5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ તેઓ દારૂ સપ્લાય કરતા હોવાનો ખુલાસો થયો છે. બૂટલેગરો સોશિયલ મીડિયા અને ફોન કૉલ મારફતે ઓર્ડર લેતા હતા. પોલીસે દારૂ સપ્લાય કરતા અન્ય લોકોની શોધખોળ શરૂ કરી છે.  

 

(11:00 PM IST)